અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)

#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩_૪ લોકો માટે
  1. 1 કપઅડદ
  2. 3ખાટી છાશ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2 ચમચીહળદર
  5. 2+2 ચમચી તેલ
  6. 2+2 ચમચી લસણની ચટણી
  7. સાથે સર્વ કરવા બાજરીનો રોટલો, ડુંગળી મરચાં, લસણ ની ચટણી અને છાસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    અડદ ને ધોઈ ૪_૫ કલાક પાણી માં પલાળી દો. ત્યાર બાદ પલાળેલા અડદને કુકરમાં લઈને જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી પાંચ સીટી કરી અડદ ને બાફી લેવા.

  2. 2

    ખાટી છાશ માં ચણા નો લોટ નાખી મિક્ષ કરી લો. કઢી માટે બેસન વાળી છાસ તૈયાર. એક કડાઈમાં તેલ મૂકી હીંગ અને લસણ ચટણી નો વઘાર કરો. ત્યારબાદ તેમાં કઢી માં બનાવેલ બેસન વાળી છાસ નો વઘાર કરો.

  3. 3

    કઢી ઉકળે એટલે તેમાં મીઠું અને હરદળ નાખી મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં બાફેલા અડદ નાખી કાઢી ને ઉકળવા દો.

  4. 4

    તો તૈયાર છે અડદની કઢી ઉપર લસણની ચટણી નો વઘાર કરી બાજરી ના રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes