ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#AM1
મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે.

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

#AM1
મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૨૦૦ મિલી છાશ
  2. ૧.૫ ચમચી ચણા નો લોટ
  3. લીલાં મરચાં સમારેલાં
  4. ૧ ટુકડોઆદુ છીણેલું
  5. ૫-૭ મીઠાં લીમડા ના પાન
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચીમેથી
  8. ૧ ચમચી રાઇ
  9. ૧ ચમચી જીરું
  10. ચપટીહિંગ
  11. ૨ ચમચીઘી વઘાર માટે
  12. ટુકડાં તજ
  13. લવિંગ
  14. પાણી જરૂર મુજબ
  15. ૨ ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ છાશ માં ચણા નો લોટ ઉમેરી તેને બ્લેન્ડર ની મદદ થી એક રસ કરી નાખો. અને તેને એક તપેલામાં લઇ ઉકળવા મુકો.

  2. 2

    હવે તેમાં સ્વાદાનુસાર મીઠું અને ગોળ ઉમેરો અને બરાબર હલાવો.

  3. 3

    હવે બાજુ નાં ગેસ પર એક વઘરીયા માં ઘી ગરમ કરી તેમાં તજ લવિંગ રાઇ અને મેથી ઉમેરો અને બરાબર દાણા સાંતળો

  4. 4

    હવે રાઇ નો ફૂટવાનો અવાજ આવે એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરી મરચું, આદું અને લીમડાનાં પાન નાખી હલાવો.

  5. 5

    હવે તેમાં ઉકળતું કઢી નું થોડું મિશ્રણ ઉમેરી સહેજ વાર ઉકળવા દો.

  6. 6

    હવે આ વઘરિયા મા રહેલાં મિશ્રણ ને તપેલાં મા ટ્રાન્સફર કરી બરાબર હલાવી ૧૦-૧૫ મીનીટ માટે ઉકળવા દો. તમને કઢી જે રીત ની પસંદ હોય તે પ્રમાણે તેમા પાણી ઉમેરી દેવું. જેથી બધું બરાબર ઉકળી ને મિક્સ થઈ જાય.

  7. 7

    આ રીતે ઉકળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ કઢી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

ટિપ્પણીઓ

Similar Recipes