દાબેલી (Dabeli Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#PS
દાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે.

દાબેલી (Dabeli Recipe In Gujarati)

#PS
દાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૧ પેકેટ દાબેલી માટેના પાવ બન
  3. ૨ ચમચીકચ્છી દાબેલી મસાલો
  4. ૧ વાટકીશેકેલા શીંગદાણા
  5. ડુંગળી ઝીણી સમારેલી
  6. ૨ ચમચી તેલ
  7. ૧ વાટકો જીણી સેવ
  8. ૧ વાટકીલસણની ચટણી
  9. ૧ વાટકીખજૂર આમલીની ચટણી
  10. ૧/૨ વાટકીટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટેટાને બાફી ને મેશ કરી લેવા અને શીંગદાણા ને શેકી લેવા.

  2. 2

    સ્ટફિંગ માટે એક પેન માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો ઉમેરી અને એકથી બે મિનિટ સાંતળી લેવો પછી તેમાં મેશ કરેલા બટાકા નાખી અને મિક્સ કરી લેવા.

  3. 3

    ત્યારબાદ શેકેલા શીંગદાણા ને આખા ભાંગા ભુક્કો કરી અને પછી તેમાં ચટણી, મીઠું અને ખાંડ નાખી અને મિક્સ કરી લેવા. પછી આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  4. 4

    પાવ બન ને વચ્ચે થી આ રીતે કાપા પાડીને પછી તેમાં એક બાજુ લસણની અને બીજી બાજુ ખજૂર આમલીની ચટણી અથવા કેચઅપ લગાવી અને દાબેલીનો મસાલો સ્પ્રેડ કરવો.

  5. 5

    પછી તેમાં મસાલા વાડા શીંગદાણા, ડુંગળી અને સેવ ભભરાવી.

  6. 6

    આ રીતે બધી દાબેલી ભરી અને તૈયાર કરી લેવી. પછી તવા ઉપર બંને બાજુ તેલ લગાવી શેકી લેવી.

  7. 7

    હવે તૈયાર છે ચટપટી અને સ્વાદિષ્ટ દાબેલી. ઉપર થી સેવ, ડુંગળી અને સ્વાદ પ્રમાણે તીખી મીઠી ચટણી નાખીને એન્જોઈ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes