રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#AM3
#રીંગણના ઓળાનું શાક
આ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ

રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

#AM3
#રીંગણના ઓળાનું શાક
આ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. ૩ નંગમોટા રીંગણ
  2. ૨ નંગટામેટા
  3. ૨ નંગડુંગળી
  4. લીલુ લસણ
  5. લીલી ડુંગળી
  6. કોથમીર
  7. 1 ચમચીહળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીલાલ મરચું
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ચપટીહિંગ
  13. તેલ
  14. લીલા મરચા
  15. ટુકડોઆદુનો

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ રીંગણને પાણીથી ધોઈ કોરા કરી ગેસ પર ધીમા તાપે શેકવા

  2. 2

    ત્યારબાદ રીંગણના ડીટા કાઢી તેને એક બાઉલમાં અંજલી થી રીંગણ ને મેસ કરવા ત્યારબાદ અડધાટામેટા અને 1/2ડુંગળીને કટરમાં ક્રશ કરવા પછી લીલી ડુંગળી લીલુ લસણ અને ધાણાને સમારી લેવા

  3. 3

    ત્યારબાદ લીલુ લસણ લીલી ડુંગળી ને આદુ મરચા મિક્સરમાં પીસી લેવા ત્યારબાદ થોડી ડુંગળી અને ટામેટા રાખ્યા હોય તેને પણ મિક્સરમાં પીસી લેવા પછી ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી તેમાં તેલ મૂકીતેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નો વઘાર કરી પછી હિંગ નાખવી

  4. 4

    પછી તેમાં ડુંગળી પેસ્ટ નાખી થોડીવાર માટે સાંતળો પછી તેમાં મરચા કટરમાં ક્રશ કરેલી ડુંગળી ટામેટા અને લીલી ડુંગળી લસણ આદુ લીલા મરચા નાખી તેને ધીમા તાપે પાંચ મિનિટ માટે સાંતળવું

  5. 5

    શેકાઈ જાય એટલે તેમાં રીંગણનું ક્રશ કરેલો નાખવું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો નાખી હલાવો અને પાંચ મિનિટ માટે ગેસ પર ધીમા તાપે થવા દો

  6. 6

    હવે તૈયાર છે રીંગણનો ઓળો તેને બાજરીના રોટલા મૂળા ગાજર અને બુંદીના રાયતા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes