રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે.

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૨ નંગમોટા ઓળાના‌ રીંગણા
  2. ૨ નંગમોટી ડુંગળી
  3. ૩ નંગમોટા ટામેટાં
  4. ૧/૨ કપબાફેલા લીલાં વટાણા
  5. ૨ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  6. ૩-૪ કળી લસણ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૨ ચમચીધણાજીરૂ
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. સમારેલી કોથમીર
  13. ચપટીહિંગ
  14. ૧ ચમચીજીરું
  15. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણને બરાબર ધોઈ, કોરા કરી તેમાં કાપા પાડી લસણની કળીઓ ફીટ કરી લેવી અને તેલ ચોપડી ગેસ પર શેકી લેવા. ત્યારબાદ તેને ઠંડા કરી તેની છાલ કાઢી લેવી. ડુંગળી અને ટામેટાંને ક્રશ કરી લેવા.

  2. 2

    હવે કડાઈમાં તેલ લઈ, તેમાં જીરું, ચપટી હિંગ ઉમેરી, આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં ડુંગળી ટામેટાંની ગ્રેવી ઉમેરી ૫ મિનીટ માટે સાંતળો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરી, બરાબર હલાવી, સહેજ પાણી ઉમેરી મસાલા શેકી લો. હવે તેમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં શેકેલું રીંગણ ઉમેરી, બરાબર મિક્સ કરી, ક્રશરથી ક્રશ કરી છુંદો કરી લેવો પછી તેમાં બાફેલા વટાણા ઉમેરી ફરી ૫ મિનીટ માટે સાંતળો.

  4. 4

    હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરી તેને સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes