રાજસ્થાની પુલાવ (Rajasthani Pulao Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#Week19
આ પુલાવ ને રાજસ્થાનમાં ત્યાડી કહે છે, અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે, અને આ મૂળ રાજસ્થાનની રેસીપી છે.

રાજસ્થાની પુલાવ (Rajasthani Pulao Recipe In Gujarati)

#GA4
#Week19
આ પુલાવ ને રાજસ્થાનમાં ત્યાડી કહે છે, અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે, અને આ મૂળ રાજસ્થાનની રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાલ
5 સર્વિંગ્સ
  1. 5 કપબાસમતી રાઈસ
  2. ચોખા બાફવા માટે પાણી
  3. 100 ગ્રામ ચણા દાળ
  4. ચણા ના લોટ ની વડી
  5. 5-7બ્રેડ ના કટકા
  6. 5 થી 7 બાફેલા બટાકા
  7. 6 નંગમીડિયમ ડુંગળી
  8. 1મિડીયમ સાઈઝ નો આદુનો ટુકડો
  9. ૫ - ૬ લીલા મરચા
  10. ૩ નંગટામેટાં
  11. 100 ગ્રામવટાણા લીલા
  12. વઘાર માટે
  13. 1 ટેબલસ્પૂનરાઈ
  14. 1 ટેબલ સ્પૂનજીરુ
  15. 1 ટીસ્પૂનહિંગ
  16. લાલ સુકા મરચા
  17. 2ધમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

1 કલાલ
  1. 1

    સૌપ્રથમ ચોખાને પલાળી છુટા બાફવા મૂકી પછી ઓસાવી લેવાે ચાર કલાક પહેલા.

  2. 2

    પછી ચણા ની દાળ ને પણ 4 કલાલ પેલા પાલડી દેવી અને બનાવતા પેલા અધકચરી બાફી લેવી.અને બટાકા ને પણ બાફી રાખવા.

  3. 3

    બાકી બધી તૈયારી ત્યાડી બનાવા પેલા કરવી જેમ કે બ્રેડ ના કટકા,ચણા ની લોટ ની વડી તળી ને રાખી દેવા પછી ડુંગળી,મરચા, આદુ,ટામેટા,બટાકા છીણી રાખવા.

  4. 4

    આ બધું થઈ જાય પછી તેલ મૂકી વઘાર કરવો પછી તેમા પેલા વટાણા તેલ માં જ ફોડી લેવા,પછી ડુંગળી નાખવી એ ગોલ્ડન બ્રોઉન થાય પછી ટામેટા, કેપ્સિકમ અને બાફેલા બટાકા નાખવા આ સતળાઈ જાય એટલે બધો મસાલો કરવો

  5. 5

    બધો મસાલો કરી થોડી વાર રાખવું પછી તેમાં તળેલી વડી, બાફેલી ચણા ની દાળ નાંખી હલાવી નાખવું.અને થોડી વાર માં ગેસ બંધ કરી દેવો.

  6. 6

    હવે આ મસાલેદાર મિશ્રણ ને બાફેલા છુટ્ટા ભાત માં નાખી મિક્સ કરી તેમાં બ્રેડ ના તળેલા કટકા નાખી મિક્સ કરવું અને પછી એને જમતી વખતે નાના લોયા માં સરખું ગરમ કરી ને સર્વ કરવું..

  7. 7

    સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes