ત્રિરંગા પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧૫૦ ગ્રામ પાલકની ભાજી
  3. ૨ નંગમોટા ટામેટાં
  4. મોટી ડુંગળી
  5. ૫૦ ગ્રામ પનીર
  6. ૧ ટેબલ સ્પૂનજીરુ
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ મરચાની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧ ટી સ્પૂનકાશમીરી મરચુ
  11. લીંબુનો રસ સ્વાદ અનુસાર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને 1/2કલાક પલાળી તેને ગેસ પર તપેલી મા પાણી ગરમ કરી એસી ટકા જેટલો બાફી લો અને નીતારી લો

  2. 2

    હવે એજ તપેલીમા પાણી લઈ ગેસ પર ગરમ કરી પાલકને પણ બાફી લો ત્રણ ચાર મિનિટ બાફીને ચારણી મા કાઢીલો અને તેના પરઠંડુ પાણી રેડી દો

  3. 3

    હવે મિકસર જાર લો અને તેમા પાલક નાખી તેનો પલ્પ તૈયાર કરી લો

  4. 4

    હવે ટમેટાના કટકા કરો અને મિકસર જારમા નાખી તેનો પણ પલ્પ તૈયાર કરો

  5. 5

    હવે કાચનો બાઉલ લો અથવા કોઈ પણ લંબચોરસ કે ચોરસ વાસણ લો અને ઘી વડે ગી્લ કરી એકબાજુ રાખી મુકો

  6. 6

    ત્રિરંગા પુલાવ બનાવવા માટે ત્રણ જાતના ભાત તૈયાર કરવામા આવે છે જેવા કે કેસરી, સફેદ અને લીલો.. પહેલા સફેદ રંગનો પુલાવ બનાવવા માટે ગેસ પર એક પેન ને ગરમ કરવા મુકી તેમા ૨ ચમચી જેટલુ તેલ અથવા ઘી ગરમ કરો પછી તેમા જીરુ નાખો પછી તેમા ડુંગળી નાખી સાંતળી લો પછી તેમા પનીર ઉમેરો અને થોડુ સાંતળી તેમા એક ભાગ જેટલો ભાત નાખી મિકસ કરી લો અને પછી મીઠું ઉમેરી હલાવી એક વાસણ મા અલગ કાઢી લો સફેદ ભાત તૈયાર

  7. 7

    હવે એજ પેનને ગેસ પર મુકો અને ૨ ચમચી જેટલુ તેલનાખો ગરમ થાય એટલે જીરુ ઉમેરો પછી તેમા આદુ લસણની પેસ્ટ સાંતળી લો.. ગેસ દર વખતે ધીમો રાખવો પછી તેમા ટામેટાં નો પલ્પ ઉમેરી દો હવે તેમા મીઠું અને મરચુ સ્વાદ મુજબ નાખી હલાવી લો અને ચાર પાંચ મિનિટ ચડવા દો તેલ છુટુ પડે એટલે તેમા બીજા ભાગનો ભાત ઉમેરી મિકસ કરી લો એટલે કેસરી ભાત તૈયાર થઈ જસે

  8. 8

    હવે ગી્સ કરેલ ચોરસ બાઉલમા આ કેસરી ભાત પાથરી દો અને તાવેથા ની મદદ થી એકસરખુ દબાવી દો

  9. 9

    હવે પેન ને ફરી ગેસપર મુકો તેમા ૨ ચમચી જેટલુ તેલ મુકો હવે તેમા આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાંતળી લો પછી તેમા પાલકનો પલ્પ ઉમેરી ને મિકસ કરો હવે તેમા મીઠું અને ગરમ મસાલો ઉમેરો પછી થોડો લીંબુનો રસ નાખી બે થી ત્રણ મિનિટ ચડવા દો પછી ત્રીજા ભાગનો ભાત ઉમેરો સહેજ હળદર નાખી એકસરસુ હલાવી લો આ રીતે લીલા કલર નો ભાત તૈયાર થસે હવે ગેસ બંધ કરી દો

  10. 10

    આ રીતે ત્રણેય ભાત બનાવી ચોરસ કાચના બાઉલમા વારાફરતી લેયસઁ કરવા

  11. 11

    હવે બાઉલ મા કેસરી ભાતની ઉપર સફેદ ભાત પાથરી દેવો અને દબાવી સફેદ લેયર કરો

  12. 12

    હવે તેના પર છલ્લે ઉપર લીલો ભાત પાથરી દબાવી લેયર તૈયાર કરો

  13. 13

    હવે એક ડીશ તેના પર ઢાંકી બાઉલને ઉંધુ કરી દો જેથી ડીશ પર પુલાવ આવી જસે.. હવે બાઉલ દુર કરી લો.આ રીતે ત્રણ રંગ મા પુલાવ ચોરસ આકાર મા જોવા મળશે

  14. 14

    તૈયાર છે ત્રિરંગા પુલાવ.. દહીં કે રાયતા સાથે સવઁ કરો હેપી પ્ જાસતાકદિન ઈન એડવાન્સ 🙏🇮🇳

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes