પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#AM3
પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ.

પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)

#AM3
પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામપાલક
  2. પાણી જરૂર મુજબ
  3. 3 નંગલીલી મરચી
  4. 1 ટુકડોઆદુ
  5. 1 ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 3 ટેબલસ્પૂનતેલ
  8. 1તમાલપત્ર
  9. 1/2 ટીસ્પૂનજીરુ
  10. 1/4 ટીસ્પૂનહિંગ
  11. 2 નંગબારીક સમારેલ ડુંગળી
  12. 1/4 ટીસ્પૂનહળદર
  13. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  14. 1 ટીસ્પૂનધાણાજીરું
  15. 2 ટેબલસ્પૂનપંજાબી ગરમ મસાલો
  16. 150 ગ્રામપનીર
  17. 2 ટેબલસ્પૂનફ્રેશ ક્રીમ
  18. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  19. સજાવવા માટે:
  20. 1 ટીસ્પૂનફ્રેશ ક્રીમ
  21. ચપટીરેડ ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ ને બરાબર સાફ કરી લો. ત્યારબાદ એક વાસણ માં પાલક ડૂબી જાય એટલું પાણી ઉમેરી ને બ્લાંચ(ઉકળવા) કરવા માટે ગેસ પર મૂકો.

  2. 2

    હવે પાલક બરાબર બ્લાંચ થઈ જાય પછી તેને બરફ વાળા ઠંડા પાણી માં કાઢી લો. જેથી તેનો લીલો કલર જળવાઈ રહે.

  3. 3

    હવે મિક્સર જારમાં પાલક લઈ લો. તેમાં મરચી અને આદુ ઉમેરી ને પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર અને હિંગ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

  6. 6

    હવે સમારેલ ડુંગળી ઉમેરી ને સાંતળો.

  7. 7

    ડુંગળી આછા ગુલાબી રંગ ની થાય એટલે તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને પંજાબી ગરમ મસાલો ઉમેરી લો.

  8. 8

    મસાલા ચડી જાય પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરી ને 3-4 મિનિટ સાંતળો.

  9. 9

    ત્યારબાદ પાલક ની પેસ્ટ ઉમેરી લો અને બરાબર મિક્સ કરો.

  10. 10

    હવે તેમાં કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  11. 11

    પાલક પનીર નું શાક તૈયાર છે. એક પ્લેટ માં શાક કાઢી તેના પર રેડ ચીલી ફ્લેક્સ અને ફ્રેશ ક્રીમ ઉમેરી ને સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes