રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ લોટ બાંધવા માટે એક વાસણ મા લોટ,મલાઈ,મીઠું,તલ,મરચા ની પેસ્ટ,હળદર બધું લઇ લેવું.
- 2
ત્યાર બાદ બધું સરખી રીતે મિક્ષ કરી લેવું.પછી તેમાં છાસ નાખો.પછી જરૂર મુજબ પાણી ઉમેરી ને રોટલી કરતા થોડો કડક લોટ બાંધવો. વધુ કડક લોટ ન બાંધવો નહિતર ચક્રી પડશે પણ ખવા મા ચવડ લાગશે.એટલે લોટ સોફ્ટ જ બાંધવો જેથી ચક્રી પણ સોફ્ટ અને ક્રિસ્પી બનશે.
- 3
ત્યાર બાદ ચક્રી પાડવાના સંચા મા તેલ લગાવવું.હવે બાંધેલા લોટ મા થી થોડો લોટ લઈ ને તેમાં નાખી ને સંચો બંધ કરી લો.હવે તેને રોટલી વણવા ના પાટલા ઉપર ચક્રી પાડી લેવી.એક સાથે આઠ - દસ પાડી લો વધારે ન પાડવી કારણ કે જો તળવા ના લોયા મા વધારે નહિ આવે તો સુકાઈ જશે અને છૂટી પડી જશે.
- 4
હવે આ ચક્રી ને તવેથા થી ઉપાડી લો અને ગરમ તેલ માં તળી લો. તળતી વખતે ગેસ ની ફલેમ મીડીયમ થી ધીમી રાખવી.
- 5
તેને ગુલાબી રંગ ની તળવી. ત્યાર બાદ તેને એક પ્લેટ મા કાઢી લેવી અને સર્વ કરી લો.
- 6
તો તૈયાર છે ચોખા ના લોટ ની ચક્રી.
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (13)