મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.

તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે.

મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)

ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.

તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 થી 5 વ્યક્તિ
  1. 150 ગ્રામચણાની દાળ
  2. 100 ગ્રામમગની દાળ
  3. 100 ગ્રામમિક્સ દાળ (તુવેર, અડદ, મગની છોડાવાળી દાળ)
  4. 2 ટુકડાઆદુ
  5. 5-7લીલાં મરચાં
  6. 1 કપસમારેલી ડુંગળી
  7. 1/2 કપસમારેલી લીલી ડુંગળી
  8. 1 ચમચીઆખા ધાણા શેકીને અધકચરા વાટેલા
  9. 2-3 ચમચીસમારેલી કોથમીર
  10. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  11. 1 ચમચીસમારેલો ફુદીનો
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. સ્વાદાનુસાર મીઠું
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાની દાળ અને બીજા બાઉલમાં મગની દાળ અને મિક્સ દાળ 3 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ બે વખત ધોઈ આદુ અને મરચાં ઉમેરીને અલગ અલગ કરકરુ વાટી લો.
    હવે વાટેલી દાળની પેસ્ટ માં બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો અને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે તેમાં હાથ વડે દબાવી વડા મૂકી સોનેરી રંગના થાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    તૈયાર થયેલ વડા સર્વીંગ ડીશમા કાઢી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes