વાટી દાળના વડા(vatidal vada recipe in Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#સુપરશેફ3
#મોન્સુનસ્પેશિયલ
વાટીદાળ માં આપણે એકલી ચણા દાળ નાં બનાવી છીએ પણ આજ હું તેમાં થોડો અલગ ટેસ્ટ કરાવવા માટે એક નવી રેસિપી લઈને આવી છું તો તમે પણ જરૂર થી બનાવજો

વાટી દાળના વડા(vatidal vada recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ3
#મોન્સુનસ્પેશિયલ
વાટીદાળ માં આપણે એકલી ચણા દાળ નાં બનાવી છીએ પણ આજ હું તેમાં થોડો અલગ ટેસ્ટ કરાવવા માટે એક નવી રેસિપી લઈને આવી છું તો તમે પણ જરૂર થી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીચણાની દાળ
  2. ૨ ચમચીઅડદની દાળ
  3. ૨ ચમચીમગની ફોતરી વગર ની દાળ
  4. ૧ ચમચીઅધકચરા વાટેલા આખા ધાણા
  5. ૧ ચમચીલસણની પેસ્ટ
  6. ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  7. ૧ ચમચીઆદુની પેસ્ટ
  8. ૧ ચમચીચિલી ફ્લેક્સ
  9. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  10. ચપટીલીલી મેથી
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. નમક જરૂર મુજબ
  13. 1/2વાટકી બાફેલી મકાઈ
  14. તળવા માટે તેલ
  15. 1/2ચમચી મરી પાઉડર
  16. કોથમરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણા ની દાળ અડદની દાળ અને મગની દાળ ને પાંચ થી છ કલાક સુધી પલાળી રાખો

  2. 2

    પછી તેમાં પાણી નીતારી લેવું અને મિક્સર નાં એક બાઉલમાં ક્રશ કરી લો મકાઈ પણ તેમાં ઉમેરો એકદમ પીસવુ નહીં કરકરૂ જ વાટવું

  3. 3

    હવે તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ ડુંગળી અને ચિલી ફ્લેક્સ નમક ગરમ મસાલો વાટેલા આખા ધાણા મેથી કોથમરી વગેરે ઉમેરીનેે બરાબર મિક્સ કરો

  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં આ તૈયાર મિશ્રણમાંથી ભજીયા ની જેમ વડા પાળી લો આ વડા ને કાચા જ તળવા

  5. 5

    હવે આ કાચા વડા ને એક વાટકી ની મદદથી સહેજ દબાવીને ફરી થી ધીમા તાપે કિ્સપી તળી લો પછી તેને ગરમા-ગરમ લીલી અને લાલ ચટણી સાથે પીરસવા તો તૈયાર છે સ્વાદિષ્ટ એવાં વાટી દાળના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes