મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#MA
"Happy mothers Day"
મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
4 લોકો
  1. 2 વાડકીધઉં નો લોટ
  2. 1 કપસમારેલી મેથી
  3. 2 ચમચીદહીં
  4. 2 ચમચીલીલાં મરચાં અને આદુ ની પેસ્ટ
  5. 11/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. ચપટીઅજમો
  8. 1 ચમચીતલ
  9. તેલ મોણ અને શેકવા માટે
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સોથી પહેલા એક વાસણમાં સમારેલી મેથી નાખી તેમાં લીલાં ધાણા, આદું મરચાં ની પેસ્ટ, દહીં, બધા મસાલા, તેલ નાખી બરાબર મિક્સ કરી.લોટ નાખી મિક્સ કરી પાણી થી સોફ્ટ લોટ બાંધી લો. 10 મિનિટ લોટને રેસટ આપો.

  2. 2

    હવે લોટને તેલ લગાડી મસળી લો અને તેના લૂઆ બનાવી પાટલી પર રોટલી જેમ વણી લો. બીજી બાજુ તવી ને ગરમ કરવા મૂકો. હવે થેપલા ને તવી પર શેકી લો.

  3. 3

    થેપલા ને બંને બાજુ તેલ લગાડી શેકી લો.

  4. 4

    આપણા મેથીના થેપલા ના તૈયાર થઈ ગયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes