કારેલા ની છાલ ના થેપલા (Karela chaal na Thepla Recipe in Gujarati)

કારેલા ની છાલ ના થેપલા (Karela chaal na Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ ને પાણી થી ૨ થી ૩ વાર ધોઈ ને નિતારી લો.તેમાં મીઠું ઉમેરી, ભેળવી ને ૧૦ મિનિટ બાજુ માં રાખો.
- 2
કારેલા માં થી પાણી નીચોવી તેમાં ખાટું દહીં,અને ગોળ, ઉમેરી મિક્ષચર જાર માં કાઢી ક્રશ કરી લો.
- 3
હવે,ઘઉં નો લોટ,રવો,ચણાનો લોટ અને જુવાર નો લોટ ને એક બાઉલમાં ચાળી ને લો.
- 4
તેમાં તેલ નું મોણ,હળદર,ધાણાજીરુ,અજમો(મસળીને નાખવો),તલ,હીંગ સ્વાદ મુજબ મીઠું,આદુ-મરચાં ની પેસ્ટ અને ક્રશ કરેલ કારેલા ની છાલ ને ઉમેરી ને થેપલા ની કણક બાંધી ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- 5
હવે,કણક માં થી એક સરખા માપ ના લૂવા કરી લેવા ને પછી મનગમતા આકાર ના થેપલા વણી ને તવી પર તેલ લગાવીને શેકી લો.
- 6
લ્યો, ગરમાગરમ "કારેલા ની છાલ ના થેપલા" તૈયાર તેનાં પર શુધ્ધ ઘી લગાવી ને પીરસો.
- 7
આ થેપલા ને મુરબ્બો,છુંદો,અથાણાં,ચ્હા કે દહીં સાથે મોજ થી આરોગી શકાય.
- 8
મેં થેપલા ને દહીં અને સેવ ની બિરંજ સાથે પીરસ્યા છે.
Top Search in
Similar Recipes
-
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ના રસ સાથે જયારે કારેલા નું શાક બને એટલે અમારે ત્યાં કારેલા ની છાલ માંથી કયારેક થેપલા તો કયારેક મુઠીયા બને...મુઠીયા તળી ને બનાવીએ પણ આજે છાલ માંથી બાફી ને વઘારી ને બનાવ્યા છે...તો એની રેસીપી મુકી છે. Krishna Dholakia -
કારેલા ની છાલ નાં થેપલા (Karela Chilka Thepla Recipe In Gujarati)
#CWT જેને કારેલા ન ભાવતાં હોય તેને આ થેપલાં ખૂબ જ ભાવશે.જો વધારે કારેલા ની છાલ કડવી લાગે તો તેમાં મીઠું ઉમેરી 10 મિનિટ રાખી પાણી કાઢી ઉમેરો. Bina Mithani -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
#MAમમ્મી ના હાથ ની તો દરેક વસ્તુ મીઠી જ લાગે પણ કારેલા કડવા હોવા છતા કારેલા ની છાલ ના મુઠીયા પણ મને મીઠા લાગે.... મારી અને મારી મમ્મી ની આ પ્રિય વાનગી છે...તમે લોકો પણ જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
દુધી ની છાલ ના થેપલા
#RB13# દૂધીની છાલના થેપલાગુજરાતી લોકો અલગ અલગ જાતના થેપલા બનાવે છે. મેં આજે દૂધીની છાલના થેપલા બનાવ્યા છે. જેમાંથી વિટામિન્સ અને કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે છે. Jyoti Shah -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
કારેલાની છાલ ની વડી (Karela Chhal Vadi Recipe In Gujarati)
કારેલા સ્વાદ માં જેટલા કડવા તેટલાં જ ગુણો થી ભરપૂર. ઘણાં ને તો ખબર પણ નહીં હોય કે તેની છાલ માંથી વડી બને છે. કુરકુરી ને સ્વાદિષ્ટ, ને પાંચ થી સાત દિવસ બગડી પણ નથી.....પણ અહીં એક વાત કહું બનાવ્યાં પછી બચે તો..... જેમને કરેલા નથી ભાવતા તે પણ આ વડી હોંશે હોંશે ખાશે. 👌👌👌👌 Buddhadev Reena -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
કારેલા ની છાલ અને કાચી કેરી ના મુઠીયા (Karela Chhal Raw Mango Muthia Recipe In Gujarati)
#WEEK6#MBR6#cookpadindia#cookpadGujarati Krishna Dholakia -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
કારેલા ની છાલ નાં મુઠિયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
ગઈકાલે સ્ટફડ કારેલા બનાવેલા તો તેની છાલ રાખી મૂકી હતી તેમાંથી મુઠિયા બનાવ્યા. Innovation.. Dr. Pushpa Dixit -
જુવાર ના થેપલા(Jowar Thepla Recipe in Gujarati)
#GA4#week16#જુવારથેપલા તો આપણાં ગુજરાતી ની ઓળખ કેવાય ઘઉં ના બાજરા ના મેથી વાળા કેટલી વેરાયટી આવે આજે મૈં જુવાર ના થેપલા બનાવ્યા. ડાયટ માં ઘઉં ના ખવાય એટલે ઓપ્શન માં જુવાર નો રોટલો આવે તો કંઈ ચેન્જ માટે મૈં જુવાર ના થેપલા બનાવ્યા Komal Shah -
મલ્ટી ગ્રેઈન લોટ ના થેપલા (Multi Grain Flour Thepla Recipe In Gujarati)
આ થેપલા બહુજ સોફ્ટ અને પ્રોટીન વિટામિન થી ભરપુર છે..દરેક ઉંમરની વ્યક્તિ ઓ માટે પરફેક્ટ છે.. Sangita Vyas -
કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)
કડવા કારેલા એ સ્વાસ્થ્ય માટે પોષક તત્વો નો ભરપુર ખજાનો છે જ પરંતુ કારેલા ને જો તેની છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે જ ફાયદાકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં તો ખાસ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઇ પણ પાચન સંબંધી તકલીફો દુર કરી શકાય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય. અહીં કારેલાંની છાલમાંથી સ્વાદિષ્ટ મૂઠિયા બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK7#BRAKFASTગુજરાતીઓ ની આન બાન અને શાન એટલે થેપલા, ખમણ અને ઢોકલા. ગુજરાતીઓ ગમે તે દેશમાં જઈને વશે પણ એ ઓળખાય તો ખમણ-ઢોકલા થી જ. ગુજરાતી હો અને એના ઘરે બ્રેકફાસ્ટ માં થેપલા, ઢોકલા, ખમણ કે પછી ફાફડા ના હોય એવું ક્યારેય પણ ના બને. એમના ઘરે બ્રેડ બટર નાસ્તા માં કોઈ ક જ દિવસે લેવામાં આવે. પણ થેપલા અને ઢોકલા તો બનતાં જ રહે અને એમા પણ હવે શિયાળાની ઠંડી ઋતુમાં ચા કે કોફી સાથે આવા ગરમા ગરમ થેપલા અને ઢોકલા મલી જાય તો પછી ન પુછો. Vandana Darji -
ખીચા ના થેપલા (Khicha Thepla Recipe In Gujarati)
આ રૅસિપી મારા બા બનાવતા ને પછી માંરી મમ્મી પણ. ને હવે હું પણ બનાવું છું અમારા ઘર માં બધાને ભાવે ઉનાળા માટે આ થેપલા ડિનર માં કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય એકચૂલી જુગાડુ પણ કહી શકાય ને ફટાફટ બની જાય.#cookpadgujrati#Fam jigna shah -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#week19ગુજરાતીઓની ખાસમખાસ વાનગી એટલે થેપલા ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં થેપલા તો તેની સાથે હોય જ. લાંબો પ્રવાસ હોય કે ટૂંકી સફર થેપલા વિના અધૂરો જ ગણાય. Davda Bhavana -
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBગુજરાતી ની ઓળખ એટલે પિકનિક હોય કે મોટી ટુર કે પછી પ્લેન ,,અરે,,,વિદેશ મા પણ ગુજરાતી ની ઓળખ એટલે થેપલા,,,બરાબર ને??? Bhavisha Hirapara -
-
થેપલા ના ખાખરા (Thepla Khakhra Recipe In Gujarati)
#KC# થેપલા ના ખાખરાગુજરાતી નાસ્તાની સ્પેશ્યલ આઈટમ ખાખરા જ છે ખાખરામાં બહુ જ વેરાઈટી બને છે અને થેપલા ના ખાખરા બનાવ્યા છે. Jyoti Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ