કેરી અને ડુંગળી ની‌ ચટણી.(Raw Mango Onion Chutney Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#MA
માં એટલે‌ મા ...જેની પાસે જીવનમાં આપણે જાણી-અજાણી બધી જ વાતો શીખતા હોય છે તેમજ તેના થકી વારસામાં પણ અમુક આવડત મળતી હોય છે. મને પણ મારી મમ્મી પાસે ઘણું શીખવાનું મળ્યું છે અને તેમાં ખાસ કરીને રસોઇમાં ઘણી વાનગીઓ બનાવતા શીખી છુ‌ તેમાં સૌથી ફેવરિટ વાનગી મારી કાચી કેરી અને ડુંગળી નો છુંદો છે. કેરીની સિઝન આવતા જ ફટાફટ બનાવી દે અને શાક ના હોય તો પણ ચલાવી લે... હજી પણ એના બનાવેલા છૂંદા નો સ્વાદ યાદ કરું છું. અને બને તેટલી પ્રયાસ કરું છું કે એના જેવો જ બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામતોતાપુરી કેરી
  2. 1/2 કપ ગોળ
  3. 2ડુંગળી
  4. 1 ચમચીજીરૂનો પાઉડર
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહળદર
  7. 1/2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  8. 1/2 ચમચીહિંગ
  9. 1/2 ચમચીઆખું જીરૂ
  10. મીઠુંસ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો કેરી ને થોડી થોડી છોલી લઈને ત્યાર પછી એને છીણી ની મદદથી છીણી લો અને ડુંગળીને એ જ રીતે છીનીલેવાની છે

  2. 2

    હવે કેરીની છીણ ની અંદર થોડું એવું પાણી ઉમેરીને છીણને થોડું મસળીને ધોઈ લેવાનું છે અને તેમાંથી પાણી બરાબર દબાવીને પાણી નિતારી લેવાનું છે એટલે છીણ સુકી થઈ જશે અને તેની અંદરની ખટાશ પણ થોડી નીકળી જશે. દબાવીને નીચોવીને સાઇડ પર કાઢી લેવાનું છે

  3. 3

    એ જ રીતે ડુંગળી ને પણ નીચોવી ને લઈને તેમાંથી પાણી કાઢીને રાખી લેવાની છે સાઈડ પર

  4. 4

    હવે એક બાવની અને ડુંગળી અને કેરીની છીણ અને બાકીના બધા મસાલા એડ કરીને તેમજ ગોળ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    મિક્સ કરી લીધા પછી અને થોડી વારમાં સરકાર હોય એટલે ગોળ એકરસ થઈ જાય પછી એને કોઈપણ બરણીમાં કે ડબ્બા ની અંદર ભરીને તમે અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખી શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes