મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#MA
મારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બે વ્યક્તિ
  1. 1તપેલી દૂધની મલાઈ
  2. દૂધનો હલવો બનાવવા માટે
  3. ઘી બનાવતા વધેલું કીટુ
  4. કીટુ ડુબે એટલું દૂધ
  5. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    દૂધની મલાઈ માંથી ઘી બનાવવા માટે દૂધની મલાઈ ને એક ડબ્બામાં ભેગી કરી તેને ફ્રીઝરમાં મૂકવાની છે અને જ્યારે મલાઈ બનાવી હોય ત્યારે તેને ફ્રીઝરમાંથી બે કલાક પહેલા કાઢી લેવી જેથી થીજી ગયેલી મલાઈ ઓગળી જાય. મલાઈ ઓગળી જાય એટલે તેને એક કડાઈમાં કાઢી તેને ગેસ ની ધીમી આંચ રાખી ગરમ થવા દેવું. તેને હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ના જાય. નહીં તો તેમાંથી સુખડી કે હલવો સારો બનશે નહીં.

  2. 2

    બધી મલાઈ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને થવા દેવું.ત્યારબાદ તેને ઠંડુ થાય એટલે તેને ગરણી થી ગાળી લેવું. અને વધેલા કીટામાંથી સુખડી કે હલવો બનાવવો.

  3. 3

    હલવો બનાવવા માટે કડાઈમાં કીટુ નાખી તેની અંદર દૂધ નાખી તેને હલાવતા રહો દૂધ બળીજાય એટલે તેમાં ખાંડ ઉમેરો. અને તેને સતત હલાવતા રહો ખાંડ બળી જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે દુધનો હલવો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

  4. 4

    નોંધ: મલાઈ માંથી ઘી બનાવવા માટે મલાઈ ને છાશ નાખીને માખણ નથી કાઢવાનું. મલાઈ ભેગી કરી તેને ફ્રીઝરમાં રાખવાની છે ફ્રીજમાં મૂકવાથી નથી નહીંતર તેમાથીવાસ મારશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes