ઝારા ની તીખી સેવ (Tikhi Sev Recipe in Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#MA
માં ના હાથ થી બનાવેલી કઈ પણ વાનગી નો સ્વાદ જ કાંઈક અલગ હોય છે.. જાણે માં ના હાથ માં જાદુ હોય છે. હું આ વાનગી મારી મમ્મી પાસે થી શીખી છું. આ સેવ એકદમ બહાર જેવી જ થાય છે.

ઝારા ની તીખી સેવ (Tikhi Sev Recipe in Gujarati)

#MA
માં ના હાથ થી બનાવેલી કઈ પણ વાનગી નો સ્વાદ જ કાંઈક અલગ હોય છે.. જાણે માં ના હાથ માં જાદુ હોય છે. હું આ વાનગી મારી મમ્મી પાસે થી શીખી છું. આ સેવ એકદમ બહાર જેવી જ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 300 ગ્રામચણા નો લોટ
  2. 1 વાડકીતેલ (લોટ બાંધવા માટે)
  3. 1/2તજ, લવિંગ પાઉડર
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીલાલ મરચું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં 1 વાડકી તેલ લો. હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખી ને તેમાં તજ, લવિંગ, મરી પાઉડર, લાલ મરચું, મીઠું નાંખી ને બરાબર 5 થી 7 મિનિટ ફીણી લો. હવે તેમાં લોટ મિક્સ કરો જો જરૂર લાગે તો પાણી લો. અને થોડો ઢીલો જ લોટ બાંધી લો.

  2. 2

    હવે સેવ પાડવાના ઝારા ને તેલ લગાવી ને ગ્રીસ કરી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પેન ઉપર ઝારો મૂકી ને લોટ મૂકી ને હાથે થી ઘસી ને સેવ પાડો

  4. 4

    બરાબર તળાઈ જાઈ પછી એકદમ ઠંડી થાય પછી સર્વ કરવી. આ સેવ ચા, કોફી સાથે પણ ખુબજ ટેસ્ટી લાગે છે.

  5. 5

    તો તૈયાર છે ઝારા ની તીખી સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes