ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
બાળકો હોય કે પુખ્ત વયના લોકો ખાવામાં ખૂબ જ આનિકની કરતાં હોય છે. ગૃહિણી તરીકે તમે રોજ વિચારતા હશો કે રોજ રોજ શું બનાવું? પરંતુ એવું કહેવામાં આવે છે કે જેઓ એક પણ શાકભાજી ખાતા નથી. તેઓ ભીંડા ખાવાનું પસંદ કરે છે. ભીંડી દો પ્યાજા એ વધુ ડુંગળી થી બનેલ શાક છે. સ્વાદમાં આ શાકભાજી વિશે શું કહેવું? મસાલા અને ડુંગળીના મિશ્રણ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૩૦૦ ગ્રામ ભીંડા
  2. ૩ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨ ટી સ્પૂનઅજમો
  4. ૧/૨ ટેબલ સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  5. ડુંગળી ઝીણી સમારેલી
  6. ટોમેટો ની પ્યુરી
  7. ટોમેટો ઝીણા સમારેલા
  8. ૧ ટેબલ સ્પૂનમોડું દહીં
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૧ ટી સ્પૂનધાણજીરુ
  12. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  13. ગાર્નિશ માટે કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ભીંડા ધોયા પછી તેને સૂકવીને કાપી લો. એક કડાઈ લો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો. તે બ્રાઉન થાય સુધી તેને ફ્રાય કરો અને તેને એક બાજુ રાખો.

  2. 2

    હવે તે જ કઢાઈ માં ભીંડા નાંખો અને એક કે બે મિનિટ માટે ડીપ ફ્રાય કરો. આ પછી, તેને એક અલગ પ્લેટમાં પણ બહાર કાઢો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ લો અને તેમાં થોડું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને બરાબર શેકો. હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખો અને તેને સારી રીતે મેશ કરો.

  4. 4

    હવે તેમાં ટામેટાં પ્યુરી નાંખો અને તેને પકાવો. આ પછી તેમા દહીં નાંખો અને પછી બરાબર મિક્ષ કરી લો. હવે તેમા મસાલા નાખો. સૌ પ્રથમ તેમા સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ અને ધાણાજીરું , ગરમ મસાલો નાખો.અંતે, તેમાં હળદર પાઉડર નાખો. જ્યારે મસાલા સંપૂર્ણ શેકાઈ જાય ત્યારે કઢાઈ માં થોડું પાણી ઉમેરો.

  5. 5

    હવે તેમા ફ્રાય કરેલ ભીંડી ઉમેરો અને મસાલા ભીંડા માં ભરાય ત્યાં સુધી રાંધો. હવે ધીમા તાપે તળેલી ડુંગળી નાખી બરાબર મિક્ષ કરી લો. ભીંડી દો પ્યાજા નું શાક તૈયાર છે.

  6. 6

    તૈયાર સબ્જી ને ગરમ સર્વ કરવું.. ઇચ્છાનુસાર ગાર્નિશ કરીને પ્લેત્તિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Similar Recipes