દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#EB

દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૩૫૦ ગ્રામ ભીંડા
  2. તેલ તળવા માટે
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ઝીણી સમારેલી ડુંગળી
  6. લીલા મરચાં
  7. ૧ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  8. ટામેટા
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીધાણાજીરું
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૨ કપદહીં
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને વચ્ચે કાપી લો. અને તેમાં એક ઉભો ચીરો લગાવી ને તેને ગરમ તેલ માં તળી લો. ભીંડા ચડી જશે એટલે તેનો રંગ થોડો બદલાઈ જશે. પછી તેને કાઢી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. અને તેમાં રાઈ અને હિંગ નાખો. રાઈ તતડે એટલે તેમાં ડુંગળી નાખી ને તેને ૧ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં આદું લસણ ની પેસ્ટ અને લીલા મરચાં નાખી ૨ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ટામેટાં ઉમેરો.

  3. 3

    ટામેટાં થોડા ઢીલા થઈ જાય એટલે તેમાં મસાલા નાખીશું. જેમકે હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું. હવે તેને ૬ - ૭ મિનિટ માટે સાંતળો.

  4. 4

    તેલ છૂટતું પડે એટલે તેમાં દહીં ઉમેરીશું. તેને બરાબર મિક્સ કરી ને ૩-૪ મિનિટ સુધી રહેવા દો.

  5. 5

    હવે તેમાં તળેલા ભીંડા ઉમેરી ને તેને ૫ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. અને તેને ધાણા નાખીને બરાબર હલાવી લો.

  6. 6

    તૈયાર છે દહીં ભીંડી મસાલા પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes