શામ સવેરા કોફ્તા ઇન રેડ મખની ગ્રેવી (Sham Savera Kofta In Red Makhani Gravy Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

આ વાનગીને મેં સંગીતાબેન જાની રેસીપી ફોલો કરીને બનાવી છે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બની હતી મારા ઘરે તો બધા ને ખૂબ જ ભાવી અને ખૂબ જ વખાણ કર્યા થેન્ક્યુ સંગીતાબેન રેસીપી શેર કરવા બદલ અમે કોફ્તાને મેં સોનલ હિતેશ પંચાલ ની એસીપી ને બોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવ્યા છે ખૂબ જ મસ્ત બન્યા હતા થેન્ક્યુ સોનલ હિતેશ પંચાલ g

શામ સવેરા કોફ્તા ઇન રેડ મખની ગ્રેવી (Sham Savera Kofta In Red Makhani Gravy Recipe In Gujarati)

આ વાનગીને મેં સંગીતાબેન જાની રેસીપી ફોલો કરીને બનાવી છે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બની હતી મારા ઘરે તો બધા ને ખૂબ જ ભાવી અને ખૂબ જ વખાણ કર્યા થેન્ક્યુ સંગીતાબેન રેસીપી શેર કરવા બદલ અમે કોફ્તાને મેં સોનલ હિતેશ પંચાલ ની એસીપી ને બોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવ્યા છે ખૂબ જ મસ્ત બન્યા હતા થેન્ક્યુ સોનલ હિતેશ પંચાલ g

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ પ
ચાર લોકો
  1. સૌપ્રથમ રેડ મખની ગ્રેવી બનાવવા માટે
  2. 2મોટી સમારેલી ડુંગળી
  3. 2સમારેલા ટામેટા
  4. ચારથી પાંચ કળી લસણ
  5. 1 મોટી ચમચીકાજુ
  6. 1તમાલપત્ર
  7. 2ઈલાયચી
  8. 1 ટુકડોતજનો
  9. 2-3લવિંગ
  10. 4-5મરી
  11. 1સ્ટાર ફુલ
  12. 1 મોટી ચમચીઘરની મલાઈ
  13. 1 ચમચીબટર
  14. 2 ચમચીતેલ
  15. નાની ચમચીકસુરી મેથી
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. મોટી ચમચીલાલ મરચું પાઉડર
  18. 1 ચમચીધાણાજીરૂ
  19. નાની ચમચીહળદર
  20. પાણી જરૂર મુજબ
  21. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  22. કોફતા બનાવવા માટે
  23. 1જોડી પાલક
  24. 1 મોટી ચમચીતેલ
  25. 1 ચમચીજીરૂ
  26. 1 મોટી ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  27. 1 ચમચીધાણા જીરુ
  28. નાની ચમચીમરી પાઉડર
  29. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  30. 2 મોટી ચમચીચણાનો લોટ
  31. પનીર નું સ્ટફીંગ બનાવા માટે
  32. ૧ કપછીણેલું પનીર
  33. 1 મોટી ચમચીકોર્ન ફ્લોર
  34. મીઠું સ્વાદ મુજબ
  35. નાની ચમચીમરી પાઉડર
  36. એકદમ ઝીણું સમારેલું લીલું મરચું
  37. ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ પ
  1. 1

    રેડ makhani ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી એની અંદર જીરું નાખી તેમાં તમાલપત્ર લવિંગ તજ નો ટુકડો મારી સ્ટાર ફૂલ નાખી મિક્સ કરવું મેં અહીંયા સૂકા લાલ મરચા લીધા છે

  2. 2

    પછી તેની અંદર સમારેલી ડુંગળી ટામેટા લસણ કાજુ નાખીને મીઠું નાખીને સાંતળવું

  3. 3

    પછી તેની અંદર લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ પંજાબી ગરમ મસાલો નાખીને પાણી નાખી ટામેટાં ચઢી જાય ત્યાં સુધી કુક કરવુ મેં તેના પણ કસૂરી મેથી નાખી છે

  4. 4

    આ બધું સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દેવું

  5. 5

    મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેને મિક્સરમાં લઈ ક્રશ કરી લેવી crush થઈ જાય એટલે ગ્રેવીને ગાડી લેવી ગાડવા થી ગ્રેવી એકદમ સ્મૂધ બનશે

  6. 6

    હવે પેનમાં બટર અને તેલ લઈ તેમાં છીણેલું આદું નાખી મિક્સ કરી ગ્રેવી નાંખી દેવી

  7. 7

    પછી તેમાં જરૂર જણાય એટલે પાણી અને મીઠું નાખી તેની અંદર એક ચમચી મધમાખી મિક્સ કરવું

  8. 8

    છેલ્લે તેમાં એક ચમચી મલાઈ નાંખી મિક્સ કરી લો તૈયાર છે આપણે રેડ મખની ગ્રેવી

  9. 9

    હવે કોફતા બનાવવા માટે પાલકને ઉકળતા પાણી માં નાખી થોડી ખાંડ નાખી પાંચ મિનિટ કુક કરવી પછી તેને ઠંડા પાણી માં નાખી નિતારીને ક્રશ કરી લેવી

  10. 10

    હવે પેનમાં તેલ મૂકી તેમાં જીરું આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી

  11. 11

    પછી તેમાં બનાવેલી પાલકની પ્યુરી નાખી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરવું

  12. 12

    પછી તેમાં ચપટી હળદર ગરમ મસાલા શેકેલા જીરાનો પાઉડર ધાણાજીરૂ મ રી પાઉડર ગરમ મસાલો નાખી મિક્સ કરો

  13. 13

    પછી તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી ડો જેવું તૈયાર કરવું

  14. 14
  15. 15

    પનીર નું સ્ટફિંગ બનાવવા માટે બાઉલમાં છીણેલું પનીર લઈ તેની અંદર આ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરવું

  16. 16

    પછી તેની અંદર corn flour સમારેલું મરચું અને કોથમીર નાખી મિક્સ કરી લો કોથમીર અને લીલુ મરચુ નાખો ઓપ્શનલ છે

  17. 17

    પછી તેમાંથી નાના બોલ વાળી લેવા

  18. 18

    હવે બનાવેલા પાલકના મિશ્રણમાંથી થોડુંક હાથમાં લઇ તેમાંથી થેલી વાળી તેની અંદર પનીર ના બોલ મૂકી કોકતા વાળી લેવા

  19. 19

    હવે કોફતા ને કોર્ન ફ્લોરમાં રગદોળી ગરમ તેલમાં તળી લો

  20. 20

    હવે એક સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ રેડ makhni gravy લઈ તેની અંદર બનાવેલા કોફતા ને વચ્ચેથી કટ કરી મુકવા

  21. 21

    પછી તેને ક્રીમ અથવા મલાઈ થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes