શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

સંગીતાબેન જૈન ના લાઈવ પરથી મેં જે ગ્રેવી બનાવી હતી એમાંથી મેં શામ સવેરા કોફતા બનાવ્યા છે જે એકદમ ચીઝી અને સૉફ્ટ બને છે ખાવામાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને કલરફુલ પણ બને છે જેથી બધાને ખાવાનું મન થાય અને આ રીતે બનાવવા થી બાળકો પાલક પણ ખાઇ લે છે આમ એમને ઓછી પસંદ હોય છે તેથી બાળકો માટે પણ આ એક સારી સબ્જી છે જે તમે પરાઠા કે નાન કે રોટી સાથે ખાઈ શકો છો

શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)

સંગીતાબેન જૈન ના લાઈવ પરથી મેં જે ગ્રેવી બનાવી હતી એમાંથી મેં શામ સવેરા કોફતા બનાવ્યા છે જે એકદમ ચીઝી અને સૉફ્ટ બને છે ખાવામાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને કલરફુલ પણ બને છે જેથી બધાને ખાવાનું મન થાય અને આ રીતે બનાવવા થી બાળકો પાલક પણ ખાઇ લે છે આમ એમને ઓછી પસંદ હોય છે તેથી બાળકો માટે પણ આ એક સારી સબ્જી છે જે તમે પરાઠા કે નાન કે રોટી સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોફતા બનાવવા માટે
  2. 300 ગ્રામપાલક
  3. 200 ગ્રામપનીર
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 2 ચમચીચણાનો લોટ
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીકાળા મરીનો પાઉડર
  13. 1/2 કપકોર્નફ્લોર
  14. 2 ચમચીકાજૂનો પાઉડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. તળવા માટે તેલ
  17. 1 મોટો બાઉલ જૈન રેડ ગ્રેવી
  18. 1 ચમચીતેલ
  19. 2 ચમચીમલાઈ
  20. 1/2 કપમાવો
  21. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે કોફતા બનાવવા માટે પહેલા પાલક ને બ્લાન્ચ કરી લઈશું.. પાલક ને ધોઈ તેને સમારીને તેને આપણે ગરમ પાણીમાં બે મિનિટ રાખીશું અને પછી તરત જ એને બરફવાળા ઠંડા પાણી માં નાખી દઈશું ઠંડી થાય એટલે તરત તેને નિચોવીને કાઢી લઈશું

  2. 2

    ત્યાર પછી એ પાલક ને મિક્સરમાં પેસ્ટ બનાવી દઈશું. ત્યાર પછી એક કડાઈમાં તેલ મૂકો અને પછી તેમાં ગરમ થાય એટલે આદુ-મરચાની પેસ્ટ કરો અને પછી તેમાં ચણાનો લોટ એડ કરી થોડી વાર એને શેકાવા દો. ત્યાર પછી તેમાં મરચું, મીઠું,હળદર ધાણાજીરું, મરચું અને ગરમ મસાલો એડ કરો અને બરાબર મિક્સ કરો અને બધું જ બરાબર શેકાય જાય ત્યાર પછી તેમાં પાલકની પેસ્ટ એડ કરો અને તેને થોડીવાર ચડવા દો તેને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને ચોંટી ના જાય એવું લાગે તો તમે થોડું તેલ પણ એડ કરી શકો છો

  3. 3

    બરાબર ડો જેવું બની જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડુ પડવા મૂકી દઈશું ત્યાર પછી આપણે પનીરને છીણી લઈશું અને તેમાં મીઠું,મરીનો પાઉડર,કોન ફ્લોર અને કાજૂનો પાઉડર એડ કરી દઈશું અને હાથ વડે મસળીને બરાબર મિક્સ કરી લેશો અને તેના નાના-નાના ગોળા બનાવી દઈશું

  4. 4

    આટલી તૈયારી કરીએ ત્યાં સુધીમાં પાલક નું મિશ્રણ ઠંડું પડી ગયું હશે એટલે આપણે તેલવાળો હાથ કરી અને તેનો એક નાનો લુવો બનાવી હાથમાં લઈશું અને હાથથી જ પ્રેસ કરી લઈશું અને થેપી લઈશું અને એમાં આ બનાવેલો પનીરનો બોલ વચ્ચે મૂકી અને પાલક થી કવર કરી લેશો અને જરૂર લાગે તો તેને corn flour થી ડસ્ટ કરી લઈશું.. અને પછી આપણે તેને ફ્રાય કરી લઈશું તમારી ફ્રાય ન કરવા હોય તો તમે એને appam સ્ટેન્ડમાં સેલો ફ્રાય પણ કરી શકો છો અહીંયા મેં ફ્રાય કર્યા છે

  5. 5

    ત્યાર પછી તેને ઠંડા થવા દઈશું અને ઠંડા થાય પછી તેને વચ્ચેથી કટ કરી લઈશું

  6. 6

    ત્યાર પછી આપણે રેડી કરેલી જૈન રેડ ગ્રેવી એક બાઉલ ભરીને લઈશું અને પછી એક કઢાઈ મુકીશું તેમાં તેલ મુકીશું અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને તરત જ તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દેશો અને એને હલાવી શું

  7. 7

    ત્યાર પછી તે થોડી ગરમ થાય એટલે આપણે તેમાં મલાઈ અને માવો એડ કરીને બરાબર હલાવી લઈશું અને થોડીવાર ઉકળવા દહીં શું જેથી આપણી ગ્રેવી એકદમ સ્મૂધ અને રીચ જાય

  8. 8

    હવે આપણી પાસે ગ્રેવી અને કોફતા બંને રેડી છે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે એ કોફતા ગ્રેવીમાં એડ કરવાના છે એ પહેલા એડ કરવા નથી તો તૈયાર છે સાંજ સવેરા કોફતા હવે આપણે તેને સર્વ કરીશું. તેને તમે પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes