શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta Curry Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#RC4
#Week4
#Cookpadindia
#Cookpadgujrati
#green
#red
#white
શામ સવેરા કોફતા કરી એટલે rainbow sabji
જેમાં ગ્રીન,વ્હાઇટ,રેડ, યેલો જેવા બધા જ રંગો આવી જાય છે . લીલીછમ પાલક ની પેસ્ટ માં ધોળું દૂધ જેવું પનીર નું stuffing અને લાલ ચટક ગ્રેવી.
ખૂબ અલગ અલગ ટેસ્ટ બધા ના પણ બહુ જ સરસ એક સાથે લાગે છે.ઘરે કોઈ ગેસ્ટ આવવા ના હોય કે કોઈ પાર્ટી હોય મેઈન કોર્સ માટે પરફેક્ટ .

શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta Curry Recipe In Gujarati)

#RC4
#Week4
#Cookpadindia
#Cookpadgujrati
#green
#red
#white
શામ સવેરા કોફતા કરી એટલે rainbow sabji
જેમાં ગ્રીન,વ્હાઇટ,રેડ, યેલો જેવા બધા જ રંગો આવી જાય છે . લીલીછમ પાલક ની પેસ્ટ માં ધોળું દૂધ જેવું પનીર નું stuffing અને લાલ ચટક ગ્રેવી.
ખૂબ અલગ અલગ ટેસ્ટ બધા ના પણ બહુ જ સરસ એક સાથે લાગે છે.ઘરે કોઈ ગેસ્ટ આવવા ના હોય કે કોઈ પાર્ટી હોય મેઈન કોર્સ માટે પરફેક્ટ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોફતા માટે
  2. 3બાફેલા બટાકા
  3. 500 ગ્રામપાલક ને બ્લાંચ કરેલ પ્યુરી
  4. 2 ચમચીઆદુ,લસણ અને મરચા ની પેસ્ટ
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 2 ચમચીતેલ
  7. મીઠું જરૂર મુજબ
  8. સ્ટફિંગ માટે
  9. 200 ગ્રામપનીર
  10. 2 ચમચીમેંદો
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીઆમચૂર પાઉડર
  13. 1 ચમચીકાજુ ના ટુકડા
  14. 1 ચમચીસૂકી દ્રાક્ષ ના ટુકડા
  15. ગ્રેવી બનાવવા માટે
  16. 10 નંગકાજુ પલાળેલા
  17. 2 ચમચીમગજતરી ના બીજ પલાળેલા
  18. 3 નંગડુંગળી ના ટુકડા
  19. 4 નંગટામેટાં ના ટુકડા
  20. 2 નંગસૂકા લાલ મરચા
  21. 1 નંગતમાલ પત્ર
  22. 2-3લવિંગ
  23. 2 ટુકડાતજ
  24. 2-3ઇલાયચી
  25. 4-5મરી ના દાણા
  26. 1 ચમચીકાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  27. 1 ચમચીલાલ મરચું પાઉડર નોર્મલ તીખો
  28. 1 ચમચીધાણા જીરું પાઉડર
  29. 1/4 ચમચીહળદર
  30. 1/2 ચમચીગરમ મસાલો
  31. 2 ચમચીતેલ
  32. 2 ચમચીબટર
  33. 4 ચમચીમલાઈ
  34. 1/2 ચમચીકસુરી મેથી
  35. મીઠું જરૂર મુજબ
  36. પાણી જરૂર મુજબ
  37. તેલ કોફતા તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં તેલ લઇ તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી. થયા બાદ પાલક પુયુરી ઉમેરો. હલાવીને તેમાં મીઠું, ગરમ મસાલો અને મેશ કરેલા બટાકા કા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ધીમા તાપે હલાવી પેસ્ટ જેવું બનાવી લો.

  2. 2

    હવે પનીર નો ભૂકો કરી મરી પાઉડર, આમચૂર,મેંદો,કાજુ દ્રાક્ષ ઉમેરી ગોળા (લુવા)વાળી લો.ત્યારબાદ પાલકના સ્ટફિંગ માં પનીરનું તૈયાર કરેલા સ્ટફિંગ ભરી રાઉન્ડ શેપમાં કોફતા તૈયાર કરો. અને મેંદા માં રગદોળી લેવા...હવે તેને લો મીડીયમ ફ્રેમ પર લાઈટ બદામી થાય ત્યાં સુધી તળી લો. ઠંડા પડે એટલે હાલ્ફ કટ કરી રાખો..

  3. 3

    હવે એક mixer na જાર માવકાજુ અને માગજતરી ની પેસ્ટ બનાવી લો.ગેસ પર એક કડાઈ માં તેલ મુકી સૂકા મરચાં, લસણ, ડુંગળી, ટામેટાં નાખી સાંતળી લો.અને ઠંડુ પડે એટલે પેસ્ટ કરી દો...
    હવે ગેસ પર એક કડાઈ મા બટર, તેલ નાખી તમાલપત્ર મરી, ઈલાયચી નાખી...કાશ્મીરી મરચું અને લાલ મરચું નાખી આ પેસ્ટ સાંતળી લો. પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ...હળદર...મીઠું...કિચન કિંગ ગરમ મસાલો...કસુરી મેથી...નાખી સાંતળી લો....હવે તેમાં કાજુ મગજતરી વાળી પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે બરાબર ગ્રેવી ઘટ્ટ થાય એટલે જરૂર મુજબ ગરમ પાણી રેડો. તેલ છૂટે અને ગ્રેવી રેડી થાય એટલે એમાં મલાઈ એડ કરવી...ને મિક્સ કરવું...તો આપણી ગ્રેવી રેડી છે...હવે સરવિંગ પ્લેટ માં પેહલા ગ્રેવી મૂકી તેમાં કટ કરેલા કોફતા ગોઠવી તેના પર મલાઈ મૂકી... એને રિચ લુક આપવો....

  5. 5

    તૈયાર છે આપણી શામ સવેરા કોફતા કરી.તૈયાર સબ્જી ને પરોઠા જોડે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes