ચીઝ બસ્ટૅ પીઝા(Cheese burst pizza recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

આ સમયમાં જ્યારે આપણે ઘરનું ખાવાનું પસંદ કરવું જોઇએ ત્યારે સૌથી વધુ ક્રવીંગ થાય છે પીઝા ખાવા નું.. તો હમણાં બહાર જવાનું તો ઉચિત નથી એટલા માટે હું બહાર જેવા ચીઝ પીઝા ની રેસીપી આજે લઈને આવી છુ જેનો ટેસ્ટ તમે બહાર ચીઝ બસ્ટઁ પીઝા ખાધા હશે એવો જ લાગશે
#સુપરશેફ2

ચીઝ બસ્ટૅ પીઝા(Cheese burst pizza recipe in Gujarati)

આ સમયમાં જ્યારે આપણે ઘરનું ખાવાનું પસંદ કરવું જોઇએ ત્યારે સૌથી વધુ ક્રવીંગ થાય છે પીઝા ખાવા નું.. તો હમણાં બહાર જવાનું તો ઉચિત નથી એટલા માટે હું બહાર જેવા ચીઝ પીઝા ની રેસીપી આજે લઈને આવી છુ જેનો ટેસ્ટ તમે બહાર ચીઝ બસ્ટઁ પીઝા ખાધા હશે એવો જ લાગશે
#સુપરશેફ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15+30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. પીઝા સોસ બનાવવા માટે
  2. 3 નંગડુંગળી
  3. 4ટામેટા
  4. 10કળી લસણ
  5. 1ઈંચ આદુનો ટુકડો
  6. 1 ચમચીઓરેગાનો
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 tbspલાલ મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીતેલ
  11. પીઝા બનાવવા માટે:
  12. 150 ગ્રામમેંદો
  13. 50 ગ્રામઘઉંનો લોટ
  14. ૩ ચમચીદહીં
  15. 1 ચમચીબેકિંગ પાઉડર
  16. 1/4 ચમચી બેકિંગ સોડા
  17. ૧ ચમચીખાંડ
  18. ૩ ચમચીતેલ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. પાણી કણક બાંધવા માટે
  21. ટોપિંગ માટે:
  22. 8-10ચીઝ સ્લાઈસ
  23. 250 ગ્રામમોઝરેલા ચીઝ
  24. ૨ નંગડુંગળી
  25. ૧ નંગકેપ્સીકમ
  26. 1ટામેટુ
  27. ગાર્નીશિંગ માટે:
  28. કેચપ્
  29. પીઝા સીઝનીંગ

રાંધવાની સૂચનાઓ

15+30 મિનીટ
  1. 1

    એક બાઉલ માં મેંદો તથા ઘઉંનો લોટ મિક્સ કરો એકલો મેદાનો પણ ઉપયોગ તમે કરી શકો છો તેમાં વચ્ચે ખાડો પાડી તેમાં દહીં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું તેલ તથા ખાંડ ઉમેરી ચમચી વડે બરાબર ફીણવુ.દહીં તથા સોડા અને બેકિંગ પાઉડર ના કારણે મિક્સર થોડું ફૂલી જશે હવે લોટમાં બરાબર મિક્સ કરી નોર્મલ વોટરથી રોટલી કરતાં સહેજ ઢીલો લોટ બાંધો લોટ ને ૨ થી મિનીટ મસળી ઉપર તેલ લગાવી ભીના કપડાં વડે ઢાંકી બેથી ત્રણ કલાક રહેવા દો.

  2. 2

    એક મિક્સર જારમાં સમારેલી ડુંગળી, ટામેટા, આદુ તથા લસણ ને ક્રશ કરો એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ક્રશ કરેલી પ્યોરી ઉમેરી ને આઠથી દસ મિનિટ માટે ચઢવા દો.તેમાં આશરે અડધો કપ પાણી ઉમેરી ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દો.હવે તેમાં મીઠું લાલ મરચું અને ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી તેલ છૂટું પડવા આવે એટલે ગેસ બંધ કરો.

  3. 3

    પીઝાના ટોપિંગ માટે ડુંગળી કેપ્સીકમ તથા ટામેટાં ને તમારા મનપસંદ આકારમાં સમારી લો.તમે બીજા આમાં તમારા ગમતા શાકભાજીનો ઉપયોગ પણ કરી શકો છો.

  4. 4

    અઢીથી ત્રણ કલાક કણકને રેસ્ટ આપ્યા બાદ તેમાં જાળી પડી ગઈ હશે. કણકને બહાર કાઢી ફરીથી 2 ચમચી બટર ઉમેરી બરાબર મસળો.આ કણકને આશરે ૮ થી ૧૦ મિનિટ માટે મસળવાનો છે જેથી તેમાંથી glutone રિલીઝ થશે અને પીઝા સોફ્ટ બનશે.

  5. 5

    હવે કણક ના ચાર સરખા ભાગ કરો અને ૪નાની રોટલી માટે લુઆ કરો. તેમાંથી એક લુવો લઇ તમને ગમે તેટલી thickness રાખી પીઝા બેઝ તૈયાર કરો. તેમાં ફોકૅ વડે કાણા કરી લો તમે જેટલું પીઝા બેઝ તૈયાર કર્યો છે.તેનાથી આશરે ૧ ઈંચ નાની પાતળી રોટલી વણો હવે પીઝા બેઝ ઉપર ચીઝની ૨ સ્લાઈસ મુકો.

  6. 6

    તેના ઉપર પાતળી વણેલી રોટલી ની સાઈડ પર તે પાણી લગાવી ચીઝને સીલ કરી દો હવે એક પેનમાં એક ચમચી બટર મૂકી આ પીઝા બેઝ ને ઊંધો મૂકો નાની રોટલી વાળો ભાગ નીચે જવા દો એક બાજુ થોડોક થવા આવે એટલે તેને ફેરવી લો

  7. 7

    હવે તેની ઉપર ૨ ચમચી તૈયાર કરેલો પીઝા સોસ સ્પ્રેડ કરો તેના ઉપર તમને મનગમતા શાકભાજીના ટોપિંગ મૂકો અને લાસ્ટ માં ભરપૂર મોઝરેલા ચીઝ છીણીને મૂકો હવે ઢાંકીને પાંચથી સાત મિનિટે સુધી ધીમા તાપે થવા દો આશરે પાંચથી સાત મિનિટ પછી બધું ચીઝ મેલ્ટ થઈ ગયું હશે તથા બેઝ પણ તેનો સરસ થઈ ગયો હશે પીઝા બેઝ ને બહાર કાઢીને કટર વડે કટ કરી ઉપરથી પીઝા સીઝનીંગ ભભરાવી કેચપ સાથે સર્વ કરો રેડી છે ટેમ્પટીંગ ચીઝ બસ્ટૅ પીઝા!! ફોટોગ્રાફ લેવા માટે પણ રાહ નહી જોવાય😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

Similar Recipes