છૂંદો (Chhundo Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

છૂંદો (Chhundo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧ થી ૧૧/૪ કિલો ખાંડ
  3. 5 નંગતજ
  4. ૧૦ થી ૧૫ નંગ લવિંગ
  5. 2 tbspકાશ્મીરી મરચું પાઉડર
  6. 2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઇને સારી રીતે લુછીને છીણી લેવી. તેમાં કેરી ની જાત પ્રમાણે ખાંડ નાખવી.

  2. 2

    (રાજાપુરી કેરી હોય તો એક કિલો કેરી માં એક કિલો ખાંડ અને દેશી કેરી હોય તો એક કિલો કેરી માં સવા કિલો ખાંડ લેવી)

  3. 3

    કેરીના છીણમાં મીઠું નાખી એક દિવસ રાખી તેમાંથી પાણી નીતારી લેવું.

  4. 4

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ઉપર કપડું બાંધી તડકામાં મૂકવું.

  5. 5

    છ-સાત દિવસ તડકામાં મૂકવું જેથી ખાંડની ચાસણી થઈ જશે

  6. 6

    વચ્ચે રોજ તેને હલાવતા રહેવું

  7. 7

    ખાંડની ચાસણી જેવું લાગે એટલે આપણો છૂંદો તૈયાર થઈ ગયો કહેવાય.

  8. 8

    ત્યાર પછી તેમાં તજ-લવિંગ, અને લાલ મરચું નાખી બધું જ બરાબર મિક્સ કરવું.

  9. 9

    ઠંડુ પડે એટલે તેને એર ટાઈટ બરણીમાં ભરો. આને બારેમાસ ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે

  10. 10

    જે દિવસે કેરીમાં ખાંડ ઉમેરી હોય તે દિવસે તડકે ન મૂકો અને બીજા દિવસે મૂકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes