ભરેલાં પરવળ નું શાક (Bharela Parvar Shak Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

ભરેલાં સંભારીયા ભાવતા હોય તો આ પણ ટ્રાય કરો.ચોમાસા માં ભાવે તેવાં.

ભરેલાં પરવળ નું શાક (Bharela Parvar Shak Recipe In Gujarati)

ભરેલાં સંભારીયા ભાવતા હોય તો આ પણ ટ્રાય કરો.ચોમાસા માં ભાવે તેવાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨લોકો
  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ૨ મોટી ચમચીચણાનો લોટ
  3. ૨ મોટી ચમચીધાણાજીરું
  4. ૨ ચમચી‌કાશ્મીરી મરચું
  5. ૧ ચમચીહળદર
  6. ૧‌ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચીખાંડ
  8. આખા લીંબુનો રસ
  9. ‌મીઠુ‌ સ્વાદ અનુસાર
  10. ૨ ચમચીતેલ વઘાર માટે
  11. ૧ ચમચીતેલ મસાલા માટે
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૧/૨ ચમચીજીરૂ
  14. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પરવળ ને ધોઈ ને સાફ કરો. તેની છાલ ઉતારી લો. અને વચ્ચે થી કાપી બીયાં ‌હોય તો કાઢી લો.

  2. 2

    હવે એક બાઉલમાં માં ચણાનો લોટ, મરચું, હળદર ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું, ખાંડ, અને લીંબુ નો રસ અને ૧ ચમચી તેલ નાખી હલાવો જેથી મસાલો સારી રીતે ભળી જાય.

  3. 3

    હવે કાપેલા પરવળ માં મસાલો ભરી લો. બાકી નો વધેલો મસાલો બાજુ માં મુકી દો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ને ભરેલાં પરવળ એક એક કરીને કડાઈમાં મુકો. હવે ‌ તેની પર થાળી માં પાણી મુકી ને ઢાંકી દો. ૫ મિનિટ ધીમા તાપે થવા દો.

  5. 5

    વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. પરવળ ચડી જાય પછી તેમાં વધેલો મસાલો ભભરાવી દો.અને ફરી ઢાંકી ને ૧ મિનિટ માટે રહેવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલાં પરવળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes