ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#EB
#week6
મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે

ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

#EB
#week6
મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામકારેલા
  2. 4 થી 5 ચમચી ચણાનો લોટ શેકી લો
  3. 2 ચમચીખાંડ
  4. 1/2 ચમચી લીંબુનો રસ
  5. 2 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીહળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 4 ચમચીતેલ
  11. 1/2 ચમચી રાઈ
  12. 1/2 ચમચી જીરૂ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અહીંયા સૌ પ્રથમ આપણે કારેલાને વ્યવસ્થિત ધોઈને સાફ કરી લેશો અને તેની છાલ ઉતારી દેજો પછી આપણે તેને વચ્ચેથી કટ કરી લઇ અને તેમાં બીયા નો ભાગ હોય તો તે કાઢી લેજો

  2. 2

    ત્યાર પછી આપણે ચણાનો લોટ લેશો શેકેલો અને તેમાં મીઠું,મરચું,ધાણાજીરુ,હળદર, ગરમ મસાલો, ખાંડ અને લીંબુ અને બે ચમચી તેલ એડ કરીશું અને ફ્રેશ કોથમીર અને તેલ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણું સ્ટફિંગ રેડી છે

  3. 3

    ત્યારબાદ આપણે કારેલાને જે વચ્ચેથી કટ કર્યા છે તેમાં આ સ્ટફિંગ ભરી દઈશું અને પછી જો કરેલો મોટું હોય તો તેને વચ્ચેથી કટ કરી લેશો અને ત્યાર પછી આ ભરેલા કારેલા ને વરાળે બાફી લઈશું

  4. 4

    વરાળે બાફવા એ ગયા પછી આપણે એક પેનમાં તેલ લઈશું અને એ તેલ આવે પછી તેમાં રાઈ અને જીરું એડ કરીશું અને ત્યાં પછી આ ભરેલા કારેલા ઉમેરી દેશો અને મિક્સ કરી દઈશું અને જો નો લોટ વધારે હોય તો અહીંયા આપણે તેને ઉપરથી શાકમાં ભભરાઈ દઈશું અને થોડી વાર ચઢવા દેશો વધારે ચડવા દેવાની જરૂર નથી કારણ કે આપણે એને પહેલા જ છે શેકી લીધેલો છે

  5. 5

    આમ હળવા હાથે આપણે તેને મિક્સ કરી લેશું એ વખતે આપણે ધીમો ગેસ રાખીશું અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક જેને તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes