ભરેલા પરવળ (Bharela Parvar Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ટામેટાં ની પ્યુરી
  3. ૩ ટી સ્પૂનદહીં
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૩ ટેબલસ્પૂનતેલ
  8. ભરવાનો મસાલો:
  9. ૧ ટી સ્પૂનતેલ
  10. ૪ ટેબલસ્પૂનબેસન
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧/૪ ટી સ્પૂનહિગ
  13. ૧/૨ ટી સ્પૂનહળદર
  14. ૧ ટી સ્પૂનસફેદ તલ
  15. ૧ (૧/૨ ટી સ્પૂન)લાલ મરચું
  16. ૩ ટી સ્પૂનધાણા જીરુ
  17. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  18. ૧ ટી સ્પૂનલસણની ચટણી
  19. ૩ ટી સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  20. ૧ ટી સ્પૂનખાંડ
  21. ૧ ટી સ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પરવળ ની છાલ ઉતારી કાપો પાડી પાણીમાં ૧૦ મિનિટ સુધી ઉકાળો. છરી ભરાવી જુઓ ચડી ગયા છે કે નહિ. ઠંડા થાય પછી હલકા હાથે બી કાઢી લેવાનું.

  2. 2

    લોયા મા તેલ ગરમ કરી બેસન શેકી લો. ઠંડુ થાય પછી તેમા બધા મસાલા નાંખી મિક્સ કરી ભરવાનો મસાલો તૈયાર કરી પરવળ મા ભરો.

  3. 3

    પેન માં તેલ ગરમ કરી તેમા ટામેટાં ની પયુરી નાખી હલાવો ઉકળી જાય પછી તેમા દહીં અને મસાલા નાંખી સાતડો. થોડી વાર પછી તેમા વધેલો ભરવાનો મસાલો નાખી થોડું પાણી નાખી હલાવો ઉકળી જાય પછી તેમા ભરેલા પરવળ નાખી ૫-૧૦ મિનિટ ધીમા તાપે ચડવા દો. ભરેલા પરવળ તૈયાર.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes