ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#EB
#Week2
#પરવળનું શાક
#GCR
#PR

હાલમાં ગણેશોત્સવ- પરયુષણ ચાલી રહ્યા છે અને પરવળની ભરપૂર સીઝન પણ છે.પરવળ એટલે ભરપૂર વીટામીનયુક્ત શાક ભોજન સ્વાદિષ્ટ બની જાય.તમે જો દાદાને થાળ ધરવા શાક બનાવો તો લસણ ના નાંખશો.એમને માટે વજ્યૅ છે અને જૈન માટે બનાવો તો આદુ-મરચાં ની પેસ્ટ પણ ન નાંખશો.તો બનાવો 'ભરેલા પરવળનું શાક'.

ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)

#EB
#Week2
#પરવળનું શાક
#GCR
#PR

હાલમાં ગણેશોત્સવ- પરયુષણ ચાલી રહ્યા છે અને પરવળની ભરપૂર સીઝન પણ છે.પરવળ એટલે ભરપૂર વીટામીનયુક્ત શાક ભોજન સ્વાદિષ્ટ બની જાય.તમે જો દાદાને થાળ ધરવા શાક બનાવો તો લસણ ના નાંખશો.એમને માટે વજ્યૅ છે અને જૈન માટે બનાવો તો આદુ-મરચાં ની પેસ્ટ પણ ન નાંખશો.તો બનાવો 'ભરેલા પરવળનું શાક'.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપરવળ
  2. 0ll ચમચી શીંગદાણાનો ભૂક્કો
  3. 0ll ચમચી કોપરાનું ઝીણું છીણ
  4. 0llચમચી ચણાનો શેકેલો લોટ
  5. 0ll ચમચી આદુ મરચાંની પેસ્ટ
  6. 0ll ચમચી લસણની પેસ્ટ
  7. 1l ચમચી લાલ મરચું પાઉડર
  8. 0ll ચમચી હળદર
  9. 0ll ચમચી ધાણાજીરું
  10. 0ll ચમચી હોમમેઈડ ગરમ મસાલો
  11. 0l ચમચી જીરું
  12. ચપટીહીંગ
  13. 0ll નાની ચમચી ખાંડ
  14. મીઠું જરૂર મુજબ
  15. 1 મોટો ચમચોતેલ
  16. પાણી જરૂર મુજબ
  17. 0llચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પરવળને ધોઈ સાફ કરી છાલ ઉતારી લો અને મસાલો ભરાય એ રીતે ઉભા કાપા મૂકી દો.

  2. 2

    ત્યારબાદ મસાલો તૈયાર કરવા માટે,શીંગદાણાનો ભૂક્કો,ચણાનો લોટ,હળદર,મરચું,ધાણાજીરું,ટોપરાનું છીણ,આદુ-મરચાંની પેસ્ટ,લસણની પેસ્ટ,ખાંડ,0l ચમચી લીંબુનો રસ ગરમ મસાલો મીઠું એ બધું મીકસ કરી લો.

  3. 3

    તૈયાર કરેલો મસાલો કાપા મૂકેલ પરવળમાં દાબીને ભરી લો. ત્યારબાદ ગેસ ઓન કરી કૂકરમાં અથવા કડાઈમાં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થતાં તેમાં જીરું ઉમેરો.ગુલાબી થાય એટલે તેમાં 0l ચમચી મરચું અને હીંગ ઉમેરી ભરેલા પરવળ મૂકી દો અને પ્લેટ ઢાંકી દો.પ્લેટમાં પાણી રાખી દો.જેથી ગરમ થઈ વરાળથી શાક 8-10 મિનિટમાં ચડીને તૈયાર થઈ જશે.

  4. 4

    કૂકરમાં હોય તો તેલમાં થોડું ચડે પછી એક કપ પાણી ઉમેરી 2 વ્હીસલ થવા દો શાક ચડીને તૈયાર થઈ જશે.

  5. 5

    તૈયાર થયેલ શાકને સર્વિંગ બાઉલમાં લઈ રોટલી/પરાઠા/ભાખરી સાથે સર્વ કરો.ખીચડી સાથે પણ આ શાક સર્વ કરી શકાય.શાક સર્વ કરો ત્યારે ધરની મલાઈથી પણ ગાર્નિશ કરી શકો છો.
    મારે ત્યાં મલાઈવાળું ખાતા નથી જેથી નાંખેલ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes