પંજાબી રેડ ગ્રેવી (Punjabi Red Gravy Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
4 servings
  1. 2ડુંગળી
  2. 4ટામેટાં
  3. 6કાજુ
  4. 2 tspમગજતરિ નાં બી
  5. 6કળી લસણ
  6. કટકો આદું
  7. 1લીલું મરચું
  8. 2લવિંગ
  9. 1તમાલ પત્ર
  10. 5આખા મરી
  11. 2ઈલાયચી
  12. 1/2 tspહળદર
  13. 1 tspલાલ મરચું
  14. 1/2 tspધાણા જીરું
  15. 1 tspગરમ મસાલો
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 1/2 tspકસુરી મેથી
  18. તેલ

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    એક પેન માં તેલ ગરમ થાય એટલે ખડા મસાલા અને કાંદા, આદું મરચાં લસણ ઉમેરી સાંતળો. પછી એમાં ટામેટાં ઉમેરી ઢાંકીને ચઢવા દો.

  2. 2

    બરાબર બધું ચઢી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ પડવા દો. પછી એની પેસ્ટ બનાવી લો અને ગાળી લો.
    બીજી બાજુ એક બાઉલ માં કાજુ અને મગજતરી નાં બી ને થોડા પાણી માં પલાળી રાખો. પછી તેની પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી એમાં બધા સૂકા મસાલા માં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને તે ઉમેરી એમાં બનાવેલ રેડ પેસ્ટ ઉમેરો અને સાંતળો. પછી એમાં કાજુ મગજતારી ની પેસ્ટ, મીઠું અને કસુરી મેથી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
    પંજાબી રેડ ગ્રેવી તૈયાર છે. એમાં તમે મનપસંદ શાક કે પનીર ઉમેરી સબ્જી તૈયાર કરી શકો છો. ગ્રેવી સ્ટોર પણ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes