વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 1 કપપાસ્તા
  2. 2 ચમચીબટર
  3. 1ટે. સ્પૂન કોર્ન ફ્લોર
  4. 2ટે. સ્પૂન મેંદો
  5. 2ટે. સ્પૂન બાફેલી મકાઈ દાણા
  6. 1+1/2 કપ દૂધ
  7. 1ટી. સ્પૂન મરી પાઉડર
  8. 1ટી. સ્પૂન ઓરેગાનો
  9. 2ટે. સ્પૂન ચીઝ ખમણેલું
  10. 1/2ટી. સ્પૂન મીઠું
  11. 2ટી. સ્પૂન તેલ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેનમાં પાણી ઉકાળો તેમાં મીઠું અને તેલ નાખીને પાસ્તા ને ઉકાળો. પાસ્તા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી લો. પાસ્તા ને ગરણી માં નાખીને પાણી કાઢી લો. અને ઢાંકી દો.

  2. 2

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક પેનમાં બટર લો તેમાં મેંદો અને કોર્ન ફ્લોર બરાબર શેકી લો. થોડું ગુલાબી રંગનું થવા દો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરો. તેને પાંચ મિનિટ સુધી હલાવતા રહો. ધીરે ધીરે તે ઘટ્ટ થવા લાગશે.એટલે ગેસ બંધ કરી લો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. મિક્સ કરો

  4. 4

    હવે તેમાં બાફેલા પાસ્તા, બાફેલા મકાઈ દાણા, મિક્સ હર્બસ, ઓરેગાનો, મરીનો પાઉડર ઉમેરો થોડું ચીઝ ખમણીને પણ ઉમેરવું. ચીઝી ટેક્સચર આવે. મીક્સ કરી લો.

  5. 5

    તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Top Search in

Similar Recipes