લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RC4
#લીલી રેસીપી
#week4

#રેંબો રેસિપી
લીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

#RC4
#લીલી રેસીપી
#week4

#રેંબો રેસિપી
લીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ફોલેલા તુવેર દાણા
  2. ૧૦૦ ગ્રામવટાણા
  3. ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  4. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  5. ૧ ટે સ્પૂનચાટ મસાલો
  6. તેજ
  7. લવિંગ
  8. મરી દાણા (સેકી ને ક્રશ કરી લો)
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ટે સ્પૂનતલ
  11. કાજુ દ્રાક્ષ ના કટકા
  12. વાટકો મેંદો
  13. ચપટીમીઠું
  14. ૩ ટે સ્પૂનતેલ (મોળ માટે)
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને દાણા મિક્સ કરી મિક્સર જારમાં ક્રશ કરી લો પછી તેને એક પેન કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું મૂકી ક્રશ ને નાખી દો પછી તેમા આદું મરચાં ની પેસ્ટ નાખી દો ને સ્વાદ અનુસાર મીઠું નાખી દો ને ગરમ મસાલો અને ચાટ મસાલો નાખો પછી બધું સરસ મિક્સ કરો ને ધીમા તાપે શેકી લો

  2. 2

    જ્યાં સુધી કોરો ન પડે ત્યાં સુધી તેને સેકો પછી હાથ મા લઇ જોઈ લેવું કે તેના ગોળ વાળી સકો છો પછી તેને ઠારવા માટે મૂકી દો

  3. 3

    પછી તેમા તમે ધારો તો કાજુ દ્રાક્ષ ના કટકા નાખી શકો છો પછી ગાર્નિશ માટે કોથમીર છાંટી સરસ ગોળ વાળી દો

  4. 4

    પછી toping માટે મેંદા ના લોટ લઈ તેમાં તેલ નુ મોળ આપી મિંથું નાખી પરાઠા જેવો લોટ બાંધવો ૧૦ મિનિટ લોટ ને રેવા દો પછી તેની નાની પૂરી વડી તેમા પુરાણ મૂકી બધી બાજુ પાણી વાળી આંગળી કરી ચિપકાવી દો

  5. 5

    આવી રીતે બધી કચરો વાળી લો ને તેને ૧૦ મિનિટ સુકાવા દો પછી એક પેન કઢાઈ માં તેલ ગરમ કરો પછી ધીમા તાપે શેકી ને કાઢી લો (નોંધ____પેલા એક વખત કચોરી ને તળી ને કાઢી લેવી પછી બીજી વખત આછા ગુલાબી તળવી)

  6. 6

    આમ કરવાથી તે વધારે ક્રિસ્પી બને છે બસ બધી શેકાય જાય પછી ગરમ ગરમ સર્વ કરો ને લીલી ચટણી ને ગળી ચટણી સાથે પીરસો બહુ જ સરસ લાગે છે plz ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes