હરાભરા કબાબ (Harabhara Kebab Recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 2 કપપાલક
  2. 1કેપ્સિકમ
  3. 1/2 કપલીલા વટાણા
  4. 1/2 કપકોથમીર
  5. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ટીસ્પૂનગરમ મસાલો
  7. 1 ટેબલસ્પૂનતેલ
  8. 6-7બાફેલા બટાકા
  9. 2 ટેબલસ્પૂનશેકેલો ચણાનો લોટ
  10. 1 કપબ્રેડ ક્રમ્સ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પાલકને બ્લાંચ કરી લો. ઠંડી પડે એટલે સમારી લો. એક પેનમાં તેલ મૂકી તેમાં વટાણા નાખી 2 મિનિટ ચડવા દો. પછી તેમાં કેપ્સિકમ અને પાલક નાખી પાણી બળી ન જાય ત્યાં સુધી સાંતળો. ઠંડુ પડે એટલે તેમાં કોથમીર ઉમેરીને તેને મિક્સરમાં પીસી લો.

  2. 2

    હવે એક મોટા વાસણમાં બાફેલા બટેટાનો માવો લો. તેમાં પીસેલું મિશ્રણ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો, શેકેલો ચણાનો લોટ અને થોડા બ્રેડ ક્રૂમ્સ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. થોડું ઢીલું લાગે તો ચણાનો લોટ કે બ્રેડ ક્રમશ ઉમેરી શકો.હવે તેના કબાબ વાળીને બ્રેડ ક્રમશ માં રગદોળી ને તેલમાં મિડિયમ તાપ પર તળી લો

  3. 3

    તો તૈયાર છે હરા ભરા કબાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes