પાલકના શક્કરપારા

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#RC4
#Greenreceipe
#cookpadindia
પાલક આમ તો છોકરાઓ નથી ખાતા હોતા પણ એને સકકરપારા ની જેમ નાસ્તામાં આપીએ તો આ બેસ્ટ & હેલ્ધી ઓપ્શન છે.

પાલકના શક્કરપારા

#RC4
#Greenreceipe
#cookpadindia
પાલક આમ તો છોકરાઓ નથી ખાતા હોતા પણ એને સકકરપારા ની જેમ નાસ્તામાં આપીએ તો આ બેસ્ટ & હેલ્ધી ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કપપાલકની ભાજી
  2. ૧ નંગડુંગળી
  3. ૩-૪ નંગ મરચા
  4. ચપટીહીંગ
  5. ૧/૨ ચમચીઅજમો (ઓપ્શનલ)
  6. ૧ કપઘઉંનો લોટ
  7. ૧.૫ ચમચી રવો
  8. ૧ ચમચીસંચળ / ચાટ મસાલો
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલકની ભાજીને ધોઈ કોરી કરી લો. હવે એક મીકસર જારમાં પાલક, મરચા, ડુંગળી બધુ બારીક સમારી પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ઘઉંનો લોટ અને રવો લઈ તેમાં અજમો, હીંગ, મીઠુ ટેસ્ટ મુજબ નાખી ગ્રીન પેસ્ટથી લોટ બાંધી લો.

  3. 3

    લોટને તેલથી કેળવી લો. તેમાંથી મોટો લુઓ લઈ વણી થોડાક કાણા/નખ પાડી સકકરપારા ના શેઈપમાં કટ કરી લો.

  4. 4

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ધીમા તાપે તળી લો. સરસ ક્રિસ્પી થઈ જાય એટલે સકકરપારા બહાર કાઢી તેની પર સંચળ/ચાટમસાલો છાંટી લો. તો તૈયાર છે ટેસ્ટી,ક્રિસ્પી ને હેલ્ધી પાલકના સકકરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes