એવોકાડો મસ્તાની (Avocado Mastani Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati

એવોકાડો ની વાત કરીએ તો તે ફળ ની ગણતરી વિશ્વમાં ઉત્તમ ફળો ની અંદર કરવામાં આવે છે જે ખૂબ જ સારા ગુણો થી ભરપુર છે

એવોકાડોનો સ્વાદ થોડો માખણ જેવો હોય છે અને તેને લોકો butter fruit તરીકે પણ ઓળખે છે.

વિટામીન એ અને ઇ, ફાઇબર અને મિનરલ્સના ગુણોથી ભરપુર એવોકાડોનુ સેવન સ્કીનની સાથે સાથે આરોગ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. તેના સેવનથી મેદસ્વીતા ઘટે છે અને સાથે સાથે તે શુગર કન્ટ્રોલમાં પણ મદદ કરે છે.
એવોકાડોમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે, તેનાથી હાડકા મજબુત થાય છે અને હાર્ટ પ્રોબલેમ દુર થાય છે. તેથી રોજ એક એવોકાડો જરુર ખાવ.

તેમાં રહેલુ ફાઇબર પેટને સાફ કરે છે. તેથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દુર થાય છે.પાચનક્રિયા યોગ્ય રહે છે. રોજ એવોકાડોના સેવનથી કેન્સરનો ખતરો પણ સાવ ઓછો રહે છે. તે શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે.

જો તમે નિયમિતપણે તમારા રોજિંદા જીવનના કસરત અને હેલ્થી ભોજન સાથે તમે એવોકાડો નું પણ સેવન કરો છો તો તે એવોકાડો તમને વજન ઓછું કરવાની ક્રિયામાં મદદરૂપ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો
  1. ૧ નંગએવોકાડો
  2. ૨ કપદૂધ
  3. ૬-૭ બદામ
  4. ૫- ૬ કાજુ ના ટુકડા
  5. ૨-૩ નંગ ગ્રીન ઈલાયચી
  6. ૨ સ્કૂપવેનીલા આઈસક્રીમ/ ૨ ટે. સ્પુન મધ
  7. ગાર્નિશ માટે
  8. બદામ, કાજુ, સૂકી દ્રાક્ષ
  9. કોપરા નાના પીસ
  10. ૧૦ - ૧૨ તૂટી ફ્રૂટી
  11. ૨-૩ ચેરી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એવોકાડો ને વચ્ચે થી કાપી ચમચી ની મદદ થી સ્કુપ કરી લો અને ટૂકડા કરી મિક્સર ગ્રાઇન્ડર માં લઈ 1 કપ દૂધ સાથે બદામ, કાજુ ટુકડા, ઈલાયચી નાખી ગ્રાઇન્ડ કરી લો. એટલે એક સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર થશે.

  2. 2

    હવે તેમાં બાકી નુ દૂધ લઈ વેનીલા આઈસક્રીમ નો એક સ્કુપ લઈ ફરી ચર્ન કરી લેવું એટલે શેક તૈયાર થશે.

  3. 3

    તૈયાર થયેલ શેકને ઠંડું કરવા ફ્રીઝ માં રાખો. સર્વ કરતી વખતે ગ્લાસ માં કાજુ, બદામ, કોપરાના નાના ટુકડા, દ્રાક્ષ, તૂટી ફૂટી, ચેરી નાંખી ગાર્નિશ કરી લેવું.

  4. 4

    ઉપવાસમાં આ શેક પીધા પછી પેટમાં ફીલીંગ લાગે છે અને જલદી ભૂખ લાગતી નથી. સ્વાદ માં ખૂબ સરસ અને ગુણકારી એવું આ એવોકાડો મસ્તાની એકવાર તમે પણ બનાવજો હેલ્ધી શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Patel
Neelam Patel @neelam_207
પર
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

Similar Recipes