પાલક રોટી (Palak Roti Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

એક સિમ્પલ રોટી, બહુ જ ઓછા મસાલા તો પણ ટેસ્ટી. આ રોટી ગરમ જ ખાવી.ગરમ ખાવા ની બહુ જ મજા આવે છે.આ રોટી નો લીલો કલર છોકરાઓ ને ખાવા માટે લલચાવે છે.દહીં , રાઇતું, અથાણાં સાથે લઈ શકાય છે.બ્રેકફાસ્ટ અને ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે.
#RC4
#Week4

પાલક રોટી (Palak Roti Recipe In Gujarati)

એક સિમ્પલ રોટી, બહુ જ ઓછા મસાલા તો પણ ટેસ્ટી. આ રોટી ગરમ જ ખાવી.ગરમ ખાવા ની બહુ જ મજા આવે છે.આ રોટી નો લીલો કલર છોકરાઓ ને ખાવા માટે લલચાવે છે.દહીં , રાઇતું, અથાણાં સાથે લઈ શકાય છે.બ્રેકફાસ્ટ અને ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે.
#RC4
#Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વ
  1. 5 ટે.સ્પૂન પાલક પ્યૂરી (સમારીને મીકસર જાર માં કાચી જ ક્રશ કરવી)
  2. 1 કપઘઉંનો લોટ
  3. 2 ટે.સ્પૂન બેસન
  4. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  5. મીઠું (પાલક ખારી હોય છે તો સાચવીને નાાંખવું)
  6. 1/2 ટી સ્પૂનતેલ
  7. ચોખા નો લોટ અટામણ માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક બાઉલ માં ઘઉંનો લોટ, બેસન, પાલક ની પ્યૂરી, આદુ મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી મિક્સ કરવું. પાણી થી નરમ લોટ બાંધવો.

  2. 2

    1/2 ચમચી તેલ લઈને લોટ ને કુણવી, લુઆ કરવા. ચોખા નું અટામણ લઈ રોટલી વણવી.

  3. 3

    ગરમ તવી ઉપર રોટલી બંને બાજુ શેકવી.પછી ઓપન ફેલેમ પર લઈ ફુલાવી લેવી. બટર ચોપડી ને ગરમ જ સર્વ કરવી. મેં અહિંયા પાલક રોટી ને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes