ખોબા રોટી

Sonal Karia
Sonal Karia @Sonal

#RB16
મારા મિસ્ટર ને ભાખરી બહુ જ ભાવે તો એમના માટે આ ભાખરી જેવી ખોબા રોટી બનાવી...બહુ જ સરસ બની..

ખોબા રોટી

#RB16
મારા મિસ્ટર ને ભાખરી બહુ જ ભાવે તો એમના માટે આ ભાખરી જેવી ખોબા રોટી બનાવી...બહુ જ સરસ બની..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉંનો જાડો લોટ
  2. 1 બાઉલ ઘઉંનો ઝીણો લોટ
  3. 1 ચમચો તેલ
  4. મીઠું જરૂર મુજબ
  5. જીરું તમને ગમે તો ઉમેરી શકો અહીં મેં નથી ઉમેર્યું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બંને લોટ મીઠું અને તેલ ને મિક્સ કરી હાથેથી સરખું મિક્સ કરી લેવું

  2. 2

    તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી થી કઠણ કણક બાંધવી

  3. 3

    તેમાંથી બે લુવા થશે એક લુવો લઈ જાડી ભાખરી જેવું વણી લેવું તેને તાવડીમાં ઉમેરી નાખી પહેલું પ ડ જરાક શેકાઈ એવું શેકી લેવું. પછી તેને પલટાવી નાખવું

  4. 4

    હવે આ પલટાયેલા પડમાં ઉપર ચીપિયાથી ડિઝાઇન કરવી તમને ગમે એ રીતે ડિઝાઇન કરી શકો. નીચેનું પડ થોડુ બાકી રહે એ રીતે શેકાવા દેવું પછી પલટાવી દેવું

  5. 5

    હવે આ પડને થોડું દબાવીને પ્રેસ કરીને શેકવું ત્યારબાદ ફેરવીને નીચેનું પડ શે કી લેવું જરૂર પડે પેલું પ ડ ગેસ ઉપર પણ શેકી શકાય

  6. 6

    તૈયાર છે આપણી ખોબા રોટી. ઉપર ઘી લગાવી અને કોઈપણ શાક સાથે સર્વ કરો અહીં તેને સર્વ કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes