ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#EB
#WEEK12
- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો..

ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)

#EB
#WEEK12
- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
2 લોકો
  1. 3 નંગમોટા બટાકા
  2. 2 ટેબલ સ્પૂનમેંદો
  3. 2 ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 2 ટેબલ સ્પૂનમરીનો ભૂકો
  6. 3 નંગલીલી ડુંગળી ઝીણી સમારેલી
  7. 3 ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  8. 1.5 ટેબલ સ્પૂનસોયા સોસ
  9. 2 ટેબલ સ્પૂનચીલી સોસ(રેડ/ ગ્રીન)
  10. 1 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર ની સ્લરી
  11. 2 ચમચીતેલ
  12. જરૂર પડે તેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને લાંબા અને થોડા પાતળા કાપી લેવા. પછી તેમાં મીઠું, મરી, મેંદો, કોર્ન ફ્લોર અને થોડો ચીલી સોસ ઉમેરી મિક્સ કરી રાખી દેવા. ત્યાર બાદ તેને 70% જેટલા તળી લેવા.

  2. 2

    હવે એક લોયા માં તેલ ને ગરમ કરી તેમાં સેઝવાન સોસ,ચીલી સોસ, સોયાસોસ નાખી વઘાર કરવો. પછી તેમાં લીલી ડુંગળી ઉમેરી હલાવવું.

  3. 3

    2 થી 4 મિનિટ હલાવ્યા બાદ કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરવી જેથી ગ્રેવી થીક થશે.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. હવે તેમાં બટાકા ઉમેરી સોસ ની ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવા. ત્યાર બાદ તેને લીલી ડુંગળી વડે ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ (4)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Ahhaaa...lalchattak..🥰😘👌🏻👌🏻😋modhama pani avi gaya

Similar Recipes