ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#EB
#Week13
સ્વાદિષ્ટ ભાખરી પીઝા

ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)

#EB
#Week13
સ્વાદિષ્ટ ભાખરી પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 કપઘઉંનો ઝીણો લોટ
  2. 1 કપઘઉંનો કરકરો લોટ
  3. 2સમારેલા લીલા મરચા
  4. 4 ચમચીતેલ
  5. 1 ચમચીબટર
  6. 1 ચમચીમીઠું
  7. 1સમારેલી ડુંગળી
  8. 1સમારેલું ટમેટું
  9. 2 ચમચીબાફેલી મકાઈ
  10. 1મોટી ચીઝ ક્યુબ
  11. પીઝા સોસ માટે
  12. 4સમારેલા ટામેટા
  13. 1/2 ચમચીપીસેલું લસણ
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીઓરેગાનો
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપ ઘઉંનો ઝીણો લોટ લેવો અને ૧ કપ ઘઉં નો કરકરો લોટ લેવો ત્યારબાદ તેને કથરોટમાં નાખી તેમાં તેલનું મોણ નાખવું ત્યારબાદ આ બધાને મિક્સ કરી થોડું થોડું પાણી નાખી ભાખરી જેવો થોડો કઠણ લોટ બાંધવો ત્યારબાદ તેમાંથી લુવા બનાવી ભાખરી વણવી ત્યારબાદ તેમાં નાના નાના કાણા પાડવા જેથી ભાખરી ફૂલે નહી

  2. 2

    ત્યારબાદ બધી ભાખરી માં કાણા પાડી એક પેન કુકર ઉપર મૂકી તેમાં બટર લગાવી ભાખરી ચોડવવી

  3. 3

    ત્યારબાદ ચાર સમારેલા ટામેટાં લેવા તેને ક્રશ કરી તેનો પલ્પ કાઢીને ગાળી લેવો ત્યારબાદ તેને ગેસ પર 10 મિનિટ ગરમ કરવું અને તેનો પીઝા સોસ બનાવો ત્યારબાદ તેમાં એક ચમચી મરી પાઉડર એક ચમચી પીસેલું લસણ એક ચમચી ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ નાખવા એક ચમચી મરચુ નાખવું પછી તેને બરાબર હલાવી પીઝા સોસ તૈયાર કરવો

  4. 4

    ત્યારબાદ 1 ટમેટું ઝીણું સમારેલું બે મરચા ઝીણા સમારવા 1 ડુંગળી ઝીણી સમારવી બે ચમચી બાફેલી મકાઈ લેવી એક મોટું પેકેટ ચીઝ ક્યુબ લેવી ત્યારબાદ ભાખરી પીઝા ને એક ડીશમાં ગોઠવવા તેના પર બરાબર પીઝા સોસ લગાવો ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણી ને નાખવું પછી તેના ઉપર ટામેટાં મુકવા મરચાં ગોઠવવા ડુંગળી મૂકવી અને બાફેલી મકાઈ ગોઠવવી તેના ઉપર થોડો મરી પાઉડર ચીલી ફ્લેક્સ છાંટવા ત્યારબાદ તેને પેનમાં થોડીવાર માટે શેકવા જેથી ચીઝ ઓગળી ફેલાઈ જશે આમ આ બધી વસ્તુ થી ડેકોરેટ કરી ભાખરી પીઝા સર્વ કરવા

  5. 5

    આમ આ પીઝા ડેકોરેટ કરી અને સર્વ કરવા આ પીઝા દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને ખાવામાં સ્વાદિષ્ટ ક્રિસ્પી લાગે છે અને તેને વારંવાર ખાવાનું મન થાય છે આ પીઝા વિટામીનથી ભરપૂર અને હેલ્થ માટે ઉપકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes