ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...

#EB
#week15
#faralibhel
#ff2
#week2
#friedfaralirecipe
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨ કપફરાળી ચેવડો
  2. ૧/૨ કપફરાળી બટાકાની વેફર
  3. ૨ નંગબાફેલા બટાકા
  4. ૧/૨ કપદાડમના દાણા
  5. ૧/૨ કપકાકડી
  6. ૧/૨ કપટામેટાં
  7. ૧/૨ કપકોથમીર
  8. ૨ ચમચીલીંબુનો રસ
  9. ૨ ચમચીકિસમિસ
  10. જરૂર મુજબ મીઠી ચટણી♈
  11. https://cookpad.wasmer.app/in-gu/recipes/14940709
  12. જરૂર મુજબ લીલી ચટણી♈
  13. https://cookpad.wasmer.app/in-gu/recipes/14940656

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી છાલ ઉતારીને બારીક સમારી લો અને બાકીની બધી જ સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    એક બાઉલમાં બટાકાનો ફરાળી ચેવડો લઈ તેમાં બાફેલા બટાકાના ટુકડા, કોથમીર, ટામેટું, કાકડી, દાડમનાં દાણા, સૂકી દ્રાક્ષ અને લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ મીઠી ચટણી અને લીલી ચટણી ઉમેરી અને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે ફરાળી ભેળ. સર્વિંગ પ્લેટમાં કાઢી દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes