મગ રોટલા (Moong Rotla Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વ નું અનોખું મહત્વ હોય છે અને દરેક પર્વ ની પાછળ કંઈક વાર્તા છુપાયેલી હોય છે. શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહીનો અને દરેક તહેવાર ને રીત-રિવાજ ને અનુસરવામાં આવે છે. આજે બોળ ચોથ છે અને મોટા ભાગ ની ગુજરાતી મહિલા ઓ મગ અને બાજરીના રોટલા ખાય છે. કોઈ કોઈ મહિલા એકલી કુલેર જ ખાય છે.

પૌરાણિક કથા મુજબ મંદિર જતી વખતે સાસુ વહુ ને ઘઉંલો ખાંડી ને બનાવવાનો આદેશ આપીને જાય છે. ગાય ના વાછરડા નું નામ પણ ઘઉંલો હતું એટલે વહુએ એને ખાંડી ને રસોઈ બનાવી. આ આધારે એ સમય એ થઈ ભૂલ પાછી ક્યારે ન થાય એ માટે મહિલાઓ આ દિવસે શાકભાજી કે કોઈ વસ્તુ સમારતા નથી. ચપ્પુ ને હાથ લગાડતા નથી અને ઘઉંની કોઈ વાનગી જમતા નથી.મહિલાઓ એકટાણું કરે છે. મગ માં પણ લીલું મરચું અને મીઠું સિવાય કોઈ મસાલો નાખવામાં આવતો નથી .

આ વ્રત ની સાંજે ચાર વાગે મહિલાઓ વાછરડા સાથે ઘઉંવર્ણી ગાયનું પૂજન કરે છે અને ગાય ને બાજરી ખવડાવે છે.
#ff3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
1 સર્વ
  1. મગ માટે :
  2. 1/4 કપ મગ
  3. 1 નંગલીલા મરચાં ના ટુકડા
  4. મીઠું
  5. બાજરી ના રોટલા ની કણક માટે :
  6. 1/2 કપ બાજરી નો લોટ
  7. ચપટીમીઠું
  8. હૂંફાળું પાણી લોટ બાંધવા માટે
  9. ખીરા કાકડી

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    મગ : મગ ને પાણી થી ધોઈને, ચોખ્ખા પાણી માં 30 મીનીટ પલાળવા.કાકડી ના વાટકી ની ધાર થી ટુકડા કરવા.

  2. 2

    લીલા મરચાં ને ધારવાળી વાટકી ના કાંઠા ની ધારથી કાપવા. પેશર કુકર માં 2 સીટી લઈ મગ ને બાફવા. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી મગ કાઢી લેવા.મગ માં લીલા મરચાં ના ટુકડા (મેં વાટકી ની ધારથી કાપ્યા છે) અને મીઠું નાખી મિક્સ કરવું.બીજો કોઈ મસાલો કરવો નહીં.

  3. 3

    બાજરી ના રોટલા : બાજરી નો લોટ થાળી માં લઈ, મીઠું નાંખી, હૂંફાળા પાણી થી નરમ લોટ બાંધવો. લોટ નરમ હોય તો રોટલા તાંબા જેવા થાય.

  4. 4

    લુઓ લઈ 2 હાથે થી રોટલો ટીપવો.અથવા પાટલા પર લુઓ લઈ બાજરી નું અટામણ લઈ 1 હાથે રોટલા ટીપવા.

  5. 5

    ગરમ તવી ઉપર રોટલો મુકીને ઉપર પાણીવાળો હાથ લગાડી, ચડવા દેવો.ફેરવી ને બીજી બાજુ સીઝવા દેવો. ખુલ્લા ગેસ ઉપર રોટલા ને ફુલાવી લેવો.

  6. 6

    રોટલો પ્લેટ માં કાઢી ઉપર કાપા પાડીને ઉપર ઘી લગાડવું જેથી ઘી અંદર સુધી જાય.

  7. 7

    બોળ ચોથ ની થાળીમાં મગ, રોટલા અને કાકડી મૂકી સર્વ કરવી.
    મારા ઘરે આ જ રીતે બોળ ચોથ ની થાળી બનતી હોય છે જે ચોકકસ તમને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes