ભાજીપાઉં (Bhajipav Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

હાલના સમયમાં નાના ભૂલકાઓની ફેવરિટ ખાવાની આઇટમમાં મેગી, પિત્ઝા, પાસ્તા, ગારલીક બ્રેડ, હોટડોગ, બર્ગર, સેન્ડવીચ જેવી અનેક અવનવી આઈટમ જોવા મળે.

પણ જો વાત કરીએ લગભગ સત્તરેક વર્ષ પહેલાંની તો મારા બાળપણના ફેવરિટ લિસ્ટમાં ફક્ત ઢોસા અને ભાજીપાઉં બેજ યાદ છે. એમાં પણ ભાજીપાઉં એટલે એ સમયમાં મોસ્ટ યુનિક ફૂડ આઈટમ તરીકે વખણાતી અને ઓર્ડર આપ્યા પછી આતુરતાથી રાહ જોવાતી. વળી, ભાજીપાઉં ખાતી વખતે ટટ્ટાર થઈને બેસવાનું જેથી ઢળે નહીં.

આ ફેવરિટ ભાજીપાઉં આજે મોસ્ટ કોમન ફૂડ બની ગયું છે, કાઈ ના મળે તો છેલ્લે ભાજીપાઉં. ઘરે મહેમાન વધી ગયા હોય તો એકાદ સભ્ય અવશ્ય બોલે "ભાજીપાઉં બનાવી નાખો, બધાને ચાલશે."

ભાજીપાઉંમાં "ભાજી" એટલે અલગ-અલગ શાકભાજીને બાફીને તેમાં જરૂરિયાત મુજબ મસાલા ઉમેરીને બનાવામાં આવતું ચટાકેદાર શાક અને એનો સાથ આપે "પાઉં". તો ચાલો જાણીએ આ ભાજીપાઉંની રેસીપીને...

#Childhood
#bhajipav
#butterPavBhaji
#evergreen
#streetFood
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૪ નંગસમારેલા બટાકા
  2. ૧/૨ કપલીલા વટાણા
  3. ૧ કપસમારેલા રીંગણ
  4. ૧ કપફલાવરના ટુકડા
  5. ઝીણી સમારેલી ડુંગળી
  6. સમારેલા ટામેટા
  7. ૧ ચમચીઆદુની પેસ્ટ
  8. ૨ ચમચીલસણની પેસ્ટ
  9. સમારેલા લીલાં મરચાં
  10. ૧ કપસમારેલી લીલી કોથમીર
  11. ૩ ચમચીતેલ
  12. ૩ ચમચીબટર
  13. ૧/૪ ચમચીહીંગ
  14. ૩ ચમચીકાશ્મીરી લાલમરચું
  15. ૨ ચમચીધાણાજીરું
  16. ૩ ચમચીભાજીપાઉં મસાલો
  17. ૬ નંગપાઉં
  18. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ, બટાકા, રીંગણ ફ્લાવરને મોટા ટુકડામાં સમારી પાણીથી ધોઈ લો. પછી એક કુકરમાં બટાકા, ફલાવર, રીંગણ, વટાણા, મીઠું અને ૧ કપ પાણી ઉમેરી ૪ થી ૫ સીટી વગાડી લો.

  2. 2

    હવે, એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરીને ૪-૫ મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાં, મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી તેમાં હીંગ, પાઉંભાજીનો મસાલો, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું અને કોથમીર ઉમેરીને ફરી સાંતળી લીધા બાદ મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં ૧/૨ કપ પાણી ઉમેરીને ઉકળવા દો.

  3. 3

    હવે, તેમાં બાફેલાં શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરો અને આ મિશ્રણ ને ૭ થી ૧૦ મિનિટ સુધી ફરી ઉકળવા દો. ત્યારપછી સ્મેશરની મદદથી બધુંજ સારી રીતે સ્મેશ કરી લો. હવે, ૧ ચમચી પાવભાજી મસાલો અને કોથમીર ઉમેરીને મિકસ લો અને ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે, પાઉંને હાર્ટશેપ કટરની મદદથી કટ કરી લો. એક તવી પર ૨ ચમચી બટર ગરમ કરી તેમાં સમારેલી કોથમીર, ૨ ચમચી તૈયાર કરેલી ભાજી, લાલમરચું પાવડર ઉમરી મિકસ કરી પાઉંને બંને બાજુ શેકી લો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ ભાજીપાઉં..

  6. 6

    તેને લીંબુ, સલાડ અને છાશ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes