મગ મેથીનું શાક અને બાજરા ના રોટલા (Moong Methi & Bajara Na Rotla REcipe In Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4 #week4 #post1 #Gujarati Shak #કાઠીયાવાડી દેશી ખાણું મગનું શાક બનાવતા જ હોઈએ છીએ પણ અેની સાથે મેથી એડ કરીએ તો બહુ જ ફાઈન લાગે છે મગ મેથી નું શાક બાજરાના રોટલા, લસણની ચટણી, લીલી હળદર ની ચટણી,, લીલી હળદર ,,કાંદો, લીલા મરચા, ગોળ અને ઘી ને દહીં આ બધું હોય તો કઈ ઘટે જ નહીં જમવાની મજા પડી જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે થી ત્રણ
  1. 1 વાટકીમગ
  2. 1/4મેથી ના દાણા
  3. 1 ચમચી લસણ ની ચટણી
  4. 3 ચમચીતેલ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીહીંગ
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 2 ચમચીનમક
  11. લીંબુ
  12. 5-6લીમડાના પાન
  13. 1 નંગલાલ સુકા મરચા
  14. 1 ગ્લાસપાણી
  15. બાજરા ના રોટલા બનાવવા માટે
  16. 1 બાઉલ બાજરાનો લોટ
  17. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ અને મેથી લઈ અને કુકરમાં બોઈલ કરવા રાખો

  2. 2

    કુકર થાય ત્યાં સુધી બાજરા ના લોટ બાંધી રોટલા બનાવો

  3. 3

    ૭ થી 8 કુકર ની સીટી કરો

  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકો તેમા રાઈ હિંગ લીમડાના પાન સુકા મરચા નાખો

  5. 5

    તેલ થઈ જાય પછી તેમાં મગ મેથી ઉમેરો ને પછી બધા મસાલા નાખો ઉપરથી લસણની ચટણી નાખો

  6. 6

    દસ મિનિટ ઊકળવા દો પછી ઉપરથી તેમાં લીંબુ અને કોથમીર નાંખો

  7. 7

    તૈયાર છે મગ મેથીનું શાક અને બાજરાના રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

Similar Recipes