ડ્રાયફ્રુટ પૌવા ચેવડો (Dryfruit Poha Chevdo Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૧ કિલો
  1. ૧ કિલોનાયલોન પૌવા
  2. બાઉલ ફ્રાય કરેલી કાજુ બદામ
  3. ૧/૨બાઉલ ફ્રાય કરેલી દાળિયા ની દાળ
  4. બાઉલ ફ્રાય કરેલા શીંગ દાણા
  5. ૧૫-૨૦ મીઠા લીમડા ના પાન
  6. ૨ મોટી ચમચીતલ
  7. ૮-૧૦ તીખા લીલા મરચા
  8. ૫-૬ ચમચી હળદર પાઉડર
  9. ૧ ચમચીતજ લવિંગ નો પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ખાંડ નું બૂરું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ૧ મોટી કડાઈ કે એલ્યુમિનિયમ ના તગારા મા ૩ ચમચા તેલ ગરમ કરો. એમાં બધા ડ્રાય ફ્રુટ, શીંગ દાણા, દાળિયા શેકો લો.

  2. 2

    ત્યાર બાદ તેલ મા તલ નાખી બ્રાઉન થવા દો. પછી તેમાં સમારેલા લીલા મરચા અને મીઠા લીમડા ના પાન નાખી બ્રાઉન થવા દો. પછી થોડી હળદર નાખો.

  3. 3

    પછી નાયલોન પૌવા નાખી હળદર અને મીઠું નાખી શેકો. પૌવા થોડા કડક થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ શેકો.

  4. 4

    પૌવા શેકાઈ જાય પછી તેમાં તજ લવિંગ નો પાઉડર અને ખાંડ નું બૂરું નાખી મિક્સ કરો. અને ૫-૭ મિનિટ શેકો.

  5. 5

    તૈયાર છે ક્રિસ્પી ડ્રાય ફ્રૂટ પૌવા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

ટિપ્પણીઓ

Similar Recipes