નાયલોન પૌવા ચેવડો

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ઇબુક
#દિવાળી
દિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ.

નાયલોન પૌવા ચેવડો

#ઇબુક
#દિવાળી
દિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
8 વ્યક્તિ
  1. 500 ગ્રામનાયલોન પૌવા
  2. 3ચમચા તેલ
  3. 3લીલા મરચાં સુધારેલા
  4. મીઠા લીમડા ના પાન
  5. 1 ચમચીહળદર
  6. 2ચમચા દળેલી ખાંડ
  7. 1ચમચો આમચૂર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2ચમચા સીંગ દાણા
  10. 2ચમચા દાળિયા ની દાળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાયલોન પૌવા ને ચાળી, સાફ કરી ને કોરા સેકી લેવા.

  2. 2

    તેલ ગરમ મૂકી, તેમાં લીમડા, મરચાં નાખો, એક બે સેકન્ડ પછી સીંગ દાણા અને દાળિયા ની દાળ પણ નાખો અને 2-3 મિનિટ સાંતળો. પછી હળદર નાખી મિક્સ કરો.

  3. 3

    હવે પૌવા નાખી ને ધીમા તાપ પર એકદમ સરખા સેકો. શેકાય જવા આવે એટલે દળેલી ખાંડ અને આમચૂર નાખી,સરખું ભેળવી ને 1-2 મિનિટ સેકી ને ગેસ બંધ કરો.

  4. 4

    ઠંડુ થાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes