ભાત ના રોલ (Rice Roll Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#ff3
#તિથિ ની આઈટમ.
# તવીમાં ભાતના રોલ.

જૈન લોકો ને તિથિના દિવસે એટલે કે ઓછામાં ઓછું બે આઠમ બે ચૌદસ અને એક સુદ પાંચમ આ પાંચ દિવસ લીલોતરી ખાતા નથી એટલે કે કોઈપણ જાતના શાક અથવા ફ્રુટ ખવાતા નથી. અને એમાં પણ ચોમાસું હોવાથી બ્રેડ બટર ચીઝ બેકરી આઇટમ તથા ડ્રાયફ્રુટ ખવાતું નથી.
મેં આજે ભાત નારોલ બનાવ્યા છે.
જે આપણે રોટલી કરીએ તે લોઢી અથવા તવીમાં બનાવ્યા છે. જે ફ્રાય પણ નથી કર્યા અને સ્ટીમ પણ નથી. આ રોલ બે ચમચી તેલમાં શેકયા છે.
આ રોલ ઓછી વસ્તુમાંથી ફટાફટ બની છે. ટેસ્ટ માં લાજવાબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 1 વાટકો રાંધેલા ભાત
  2. 1 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીઘઉંનો લોટ
  4. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણાજીરુ
  7. 1/2 ચમચી આમચૂર પાઉડર
  8. 1/4 ચમચી હિંગ
  9. પ્રમાણસર મીઠું
  10. 1 ચમચોતવીમાં તેલ
  11. 1/4 ચમચી રાઇ
  12. 1/4 ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા રાંધેલો ભાત લઈને, તેમાં બધો મસાલો એડ કરી દેવો.એટલે કે હળદર, ધાણાજીરુ, મરચું, મીઠું, અને આમચૂર,હીંગ અને બંને લોટ. આ રોલમાં લોટ ઓછો નાખવાનો છે. બધું એડ કરી ને બરાબર મિક્ષ કરી લો. જરૂર લાગે તો જ એક ચમચી પાણી નાખવુ.

  2. 2

    ગેસ ઉપર તવીમાં તેલ મૂકવું.તેમાં રાઈ અને જીરું મુકવુ. રાઈ અને જીરું તતડી જાય, એટલે તેમાં ભાત ના નાના નાના રોલ કરી અને મૂકવા.

  3. 3

    તવીમાં બધા ભાત ના રોલ
    ગોઠવી દેવા. અને ગેસ મીડીયમ ફલેમ પર રાખવો.

  4. 4

    ધીરે ધીરે બધા રોલને ફેરવતા જવા.અને બધી સાઇડ ગુલાબી કલરના થઈ જાય. એટલે કે ચડી જાય અને બહારથી કડક થઈ જાય. એટલે કે ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  5. 5

    આપણા simple ટેસ્ટી, ભાતના તીથી એ ખવાતા
    ભાત ના રોલ તૈયાર છે.
    તે સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes