મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#ભાત/#ચોખા #પોસ્ટ_૧
#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય.

મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)

#ભાત/#ચોખા #પોસ્ટ_૧
#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1/2 વાટકીબાફેલી તુવેર દાળ
  2. 1 વાટકીબાફેલા મગ (બાફતી વખતે ૧/૪ ચમચી જીરૂ અને મેથી નાખવા)
  3. 1 નાની ચમચીઆંબલીનો પલ્પ
  4. 1 મોટી ચમચીગોળ
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 1/4 ચમચીહળદર
  7. ૧/૨ ચમચી કાશ્મીરી મરચું પાવડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીચમચી રાઈ
  10. 1/4 ચમચીજીરૂ
  11. ચપટીહિંગ
  12. 2 ચમચીતેલ
  13. લીમડાના પાન
  14. 1આખું લાલ મરચું
  15. રાંધેલા ભાત, કઢી

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ દાળ અને મગ લઈ બધી સામગ્રી ભેગી કરી લો. દાળમાં લાલ મરચું પાવડર, મીઠું, હળદર, આંબલીનો પલ્પ અને ગોળ મેળવીને બરાબર હલાવી લો.

  2. 2

    કડાઈમાં ૨ ચમચી તેલ મૂકી ચપટી રાઈ, જીરું હિંગ નાખી બાફેલા મગ ઉમેરો અને બરાબર મિક્સ કરી ૧/૨ કપ પાણી રેડી બરાબર થવા દો.૫ થી ૭ મિનિટ બાદ બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ૧૦ મિનિટ સુધી થવા દો હવે એનો રંગ પણ બદલાઈ જશે. હવે ઉપરથી વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું હિંગ લીમડો અને આખું મરચું, કાશ્મીરી મરચું પાવડર ઉમેરીને ૨ ચમચી પાણી રેડી મગમાં વઘાર કરો ‌

  4. 4

    હવે સર્વીંગ ડીશમા મોલ્ડ મૂકી અંદર રાંધેલા ભાત મૂકી દો ચમચી વડે દબાવી લો. મોલ્ડ કાઢી લો અને ફરતે મગનું ખાટું રેડી દો.

  5. 5

    હવે નાની વાટકી મૂકી કઢી રેડી દો. તૈયાર છે ખાટું-કઢી-ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
નવી વાનગી જાણવા મળી...👌

Similar Recipes