મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#શ્રાવણ

મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે.

મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)

#શ્રાવણ

મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. ૪૦૦ ગ્રામ દેશી ઘી
  3. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  4. ૧/૨ ચમચી જાયફળ પાઉડર
  5. બદામ પિસ્તા ની કતરણ
  6. ચાસણી:
  7. ૫૦૦ ગ્રામ ખાંડ
  8. ૧/૪ કેસર
  9. જરૂરી પાણી
  10. ધાબો દેવા:
  11. ૪ ચમચી દૂધ
  12. ૪ ચમચી દેશી ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ માં દૂધ અને ઘી નાખી હાથ વડે મિક્સ કરી ધાબો દેવો.લોટ ને પંદર મિનિટ રેસ્ટ આપી ચારણી વડે ચાળી લેવો.

  2. 2

    એક કઢાઈ માં ઘી નાખી લોટ ને ધીમા તાપે શેકી લેવો.ઘી છુટું પડે અને કલર બદલાય ત્યાં સુધી લોટ શેકવો.ગેસ બંધ કરી સાઈડ પર રાખો.લોટ માં ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો.

  3. 3

    બીજા વાસણ માં ચાસણી માટે ખાંડ ડૂબે તેટલું પાણી નાખો.કેસર નાખો.હાથ વડે એક તાર ચેક કરી લેવો.ચાસણી તૈયાર.

  4. 4

    બધું મિશ્રણ બરાબર હલાવી મિક્સ કરો.તેને ગ્રીસ કરેલી થાળી માં ઠારી દેવા.ઉપર બદામ પિસ્તા ની કતરણ નાખો.આઠ કલાક ઠંડો થાય એટલે કાપા પાડી સર્વ કરો.મધુર મોહનથાળ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Janki K Mer
Janki K Mer @chef_janki
Wow superb
Tamari badhi photography bov j mast hoy che 👌👌👌👌

Similar Recipes