રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮-૧૦ લોકો
  1. ૨૫૦ગ્રામ ચણા નો કરકરો લોટ
  2. ૧૮૦ગ્રામ ખાંડ
  3. ૧૫૦ ગ્રામ ઘી
  4. ૧૦_૧૧ બદામની કતરણ
  5. ૧૪_૧૫ઈલાયચી
  6. ૫_૬ કેસરના તાંતણા
  7. ૧૩_૧૪ પિસ્તા ની કતરણ
  8. ૨ ચમચીદૂધ
  9. નાનો ટુકડો જાયફળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લેવી

  2. 2

    લોટ માં થોડું ગરમ કરેલું ઘી અને દૂધ નાખી ધ્રાબો દેવો,તેને બંને હાથ થી મસળી ને ચાડી લેવું

  3. 3

    હવે એક પેન માં ઘી ગરમ કરવા મૂકી તેમાં ચડેલો લોટ નાખવો અને શેકી લેવો,લોટને ધીમા તાપે જ શેકવો,લગભગ ૮_૧૦ મિનિટ માં ગુલાબી રંગ નો થઈ જશે અને લોટ ફૂલી જશે અને તેમાં સુગંધ આવવા લાગશે,

  4. 4

    હવે ચાસણી બનાવવા એક તપેલી માં ખાંડ અને તે ડૂબે એટલું પાણી નાખી ગેસ પર ઉકળવા મૂકવું,તેને હલાવતા રેવું,હાથથી ૧.૫ તારી ચાસણી નો ખ્યાલ ન આવે તો એક વાટકી માં થોડી ચાસણી ના ટીપાં નાખી જોઈ લેવું,તે વાટકી ને આડું કરવાથી જાર પણ હલે નહિ તો સમજવું ચાસણી તૈયાર છે,હવે તેમાં પાણી માં નાખેલ કેસર ને નાખવું અને થોડી વાર ઉકાળવું,હવે ગેસ બંધ કરી તેને શેકેલા લોટ માં નાખવું,

  5. 5

    હવે થોડી વાર હલાવી તેમાં ઇલાયચી _જાયફળ નો પાઉડર નાખી, ઘી થી ગ્રીસ કરેલા વાસણ માં પથરી દેવું,ઉપર પિસ્તા બદામ ની કતરણ નાખવી,હવે થોડું ઠંડું થાય એટલે કાપા પડી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

Similar Recipes