રાજસ્થાની પીતોડી નું શાક (Rajsthani Pitodi sabji)

#PR
#Jain
#paryushan
#nogreenry
#besan
#kasurimethi
#rajsthani
#Sabji
#CookpadIndia
#COOKPADGUJRATI
મેં રાજસ્થાની એક પ્રખ્યાત શાક બેસન પીતોડી બનાવ્યું છે. સામાન્ય રીતે જૈનોમાં તિથિ તથા પર્યુષણ, ઓળી નાં દિવસો માં લીલા શાક, ફળ અને સૂકામેવા નો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તાર છે જ્યાં બારે મહિના લીલા શાક મળતા નથી ત્યાં પણ આ પ્રકારના શાક નો ઉપયોગ થતો જોવા મળે છે.ઘરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું શાક ના પડ્યું હોય ત્યારે આપણે આ શાક બનાવીને ખાઈ શકીએ છીએ. ચણાના લોટનું બેસન બનાવી તેને ઠારી તેના પિત્તા કરીને તેને છાશ સાથે વઘારવામાં આવે છે. આ પીતોડી એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે. નાના બાળકો તો તેને પનીર સમજીને પણ ખાઈ લે એટલી સરસ હોય છે. આ શાક સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તીખું ખાટુ એવું ચટપટું આ શાક મારા ઘરમાં બધા નું ફેવરિટ છે. પર્યુષણમાં એકટાણું કરવું હોય તો પણ આવી રીતે તમે ડીશ તૈયાર કરીને ઉપયોગમાં લો તો સરસ રીતે પેટ ભરાઈ જાય છે.
રાજસ્થાની પીતોડી નું શાક (Rajsthani Pitodi sabji)
#PR
#Jain
#paryushan
#nogreenry
#besan
#kasurimethi
#rajsthani
#Sabji
#CookpadIndia
#COOKPADGUJRATI
મેં રાજસ્થાની એક પ્રખ્યાત શાક બેસન પીતોડી બનાવ્યું છે. સામાન્ય રીતે જૈનોમાં તિથિ તથા પર્યુષણ, ઓળી નાં દિવસો માં લીલા શાક, ફળ અને સૂકામેવા નો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તાર છે જ્યાં બારે મહિના લીલા શાક મળતા નથી ત્યાં પણ આ પ્રકારના શાક નો ઉપયોગ થતો જોવા મળે છે.ઘરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું શાક ના પડ્યું હોય ત્યારે આપણે આ શાક બનાવીને ખાઈ શકીએ છીએ. ચણાના લોટનું બેસન બનાવી તેને ઠારી તેના પિત્તા કરીને તેને છાશ સાથે વઘારવામાં આવે છે. આ પીતોડી એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે. નાના બાળકો તો તેને પનીર સમજીને પણ ખાઈ લે એટલી સરસ હોય છે. આ શાક સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તીખું ખાટુ એવું ચટપટું આ શાક મારા ઘરમાં બધા નું ફેવરિટ છે. પર્યુષણમાં એકટાણું કરવું હોય તો પણ આવી રીતે તમે ડીશ તૈયાર કરીને ઉપયોગમાં લો તો સરસ રીતે પેટ ભરાઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અઢી કપ પાણીમાં બેથી ચાર ચમચી દહીં ઉમેરી તેની ચાસણી તૈયાર કરો આ છાશ નહીં હૂંફાળું ગરમ કરી લો પછી તેમાં ચણાનો લોટ મીઠું હળદર અને હિંગ ઉમેરી બધુ એકરસ કરી લો.
- 2
હવે પ્રેશરકુકરમાં પાંચથી છ whistle સુધી આ મિશ્રણને બાફી લો પછી તે ગરમ ગરમ હોય ત્યારે જ બીટર ની મદદથી તેને બરાબર મિક્સ કરીને એક તેલ ચોપડેલી થાળી માં તેને ઠારી દો. બે કલાક સુધી ઠરી જાય એટલે ચપ્પા ની મદદથી તેના કાપા પાડી દો.
- 3
એક કડાઇમાં તેલનો વઘાર મૂકો હવે તેમાં જીરું, હિંગ, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો. હવે તેમાં મીઠાવાળી છાશ ઉમેરો.(છાસ મીઠાવાળી લેવી જેથી તે ફાટી ના જાય.)
- 4
પછી તેમાં તૈયાર કરેલ બેસનના પીતોડી ઉમેરો અને ત્રણથી ચાર પીતોડીનો ભૂકો કરીને પણ તેની સાથે ઉમેરો, જેથી તેનો ઘટ્ટ રસો થાય. ત્રણથી ચાર મિનિટ માટે બધું ધીમા કેસે એકરસ થવા દો.
- 5
ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે બધું એકરસ થવા દો. પછી ગેસ બંધ કરીને ઉપરથી કસૂરી મેથી ભભરાવીને મિક્સ કરી લો. (કસૂરી મેથી optional છે પરંતુ તે ઉમેરવાથી સ્વાદ વધુ સરસ આવે છે)
- 6
રાજસ્થાની હોળીના શાકને સર્વિંગ ડીશમાં લઈ ને ઉપરથી મેથીના મસાલો ભભરાવી દો. મેં રાજસ્થાની પીતોડી ના શાક સાથે ફૂલકા રોટલી, સુખડી અને પોડી પુલાવ સર્વ કરેલ છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગ, આંબોળિયા અને ખારેક નું શાક (Peanuts, dry mango and dry dates Sabji recipe in Gujarati)(Jain)
#RB5#recipe_Book#Jain_tithi_special#paryishan_special#no_green_veggies#peanut#dry_mango#dry_dates#traditional#પરંપરાગત#Sabji#lunch#cookpadindia#cookpadgujrati આ વાનગી પરંપરાગત રીતે જૈન પરિવારમાં બનતી વાનગી છે. આ વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તેની વિશિષ્ટતા એ છે કે જ્યારે ઘરમાં કોઈ પણ લીલું શાક ના પડ્યું હોય ત્યારે પણ તે બનાવી ને ખાઈએ તો ખુબ જ સરસ લાગે છે. જૈનોમાં મોટાભાગે તિથિના દિવસે લીલુ શાક વપરાતું નથી આ ઉપરાંત આયંબિલ ની ઓળી તથા પર્યુષણમાં પણ લીલા શાક નો ઉપયોગ થતો નથી તે દરમિયાન આવા સુકવણી માંથી બનાવેલા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
કોબીજ લીલવા નું શાક (Cabbage lilva nu shaak recipe in Gujarati)(J
#CB7#week7#cabbage#કોબીજનુશાક#લીલવા#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ દરમ્યાન મળતી કોબી સ્વાદમાં એકદમ મીઠી લાગે છે. અને તેમાંથી શાક ફટાફટ બની પણ જાય છે. અહીં મેં કોબીજની સાથે તુવેરના દાણા એટલે કે લીલવા નો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. કોબીજ અને લીલવા નાં કોમ્બિનેશન નુ શાક ખુબ જ સરસ લાગે છે. જેને પૂરી, કઢી, ભાત તથા ફરસાણ સાથે સર્વ કરે છે. Shweta Shah -
તુવેરદાળ ખીચડી - આચરી કઢી (Tuverdal khichadi-Aachari kadhhi recipe in Gujarati) (Jain)
#TT1#kadhikhichadi#aachari#Tuverdal#CookpadIndia#COOKPADGUJRATI#paryushan#nogreenry સૌથી સંતોષકારક આહાર એટલે ખીચડી અને કઢી. ગમે ત્યારે તેના માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. ઓછા સમયમાં બની જતી આ વાનગી છે અને ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. અહીં મેં તુવેરની દાળ અને ચોખા નો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી છે એની સાથે આચાર મસાલા નો ઉપયોગ કરીને આચારી કઢી તૈયાર કરેલ છે. ની સાથે મગના પાપડ નું શાક કરેલ છે. Shweta Shah -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
કાકડી વટાણા નુ શાક (cucumber and peas sabji recipe in Gujarati) (Jain)
#cucumber#peas#winterspecial#sabji#cookpadindia#cookpadgujrati કાકડી વટાણા નું શાક ગુજરાતી જમણવારમાં બનતું હોય છે. શિયાળામાં જ્યારે તાજા લીલા સરસ વટાણા આવે ત્યારે આ શાક વધારે પ્રમાણમાં બનતા હોય છે. Shweta Shah -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#RAJSTHANI#KADHI#HOT#LUNCH#DINNER#YOGURT#BESAN#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાની કઢી ગળપણ ઉમેરવામાં આવતું નથી. તે ધીમા તાપે ઉકાળવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ કઢી ગુજરાતી કઢી કરતા સહેજ ઘટ હોય છે. રોટલા કે ખીચડી સાથે આ કઢી હોય તો શાકની પણ જરૂર રહેતી નથી. Shweta Shah -
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#dapakakadhhi#chil_ni_bhaji#kadhhi#winterspecial#fresh_leaves#CookpadIndia#COOKPADGUJRATI ચીલ ની ભાજી ઘઉંની સાથે સાથે જ ઊગી જાય છે. આથી આ ભાજી આખા વર્ષ દરમિયાન મોટાભાગે શિયાળામાં જ બે મહિના માટે મળતી હોય છે. આ ભાજી ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં ચીલની ભાજી તરીકે ઓળખાય છે. તથા રાજસ્થાન અને પંજાબમાં બાથુઆ ની ભાજી તરીકે ઓળખાય છે. આ ભાજીનો ઉપયોગ કરીને મેં ડપકા કઢી તૈયાર કરેલ છે. જે રોટલા કે ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
રીંગણાં બટાકા વરાળીયુ શાક (Ringan Bataka Varariyu Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું વરાળીયુ શાક. આ શાક પરમપરાગત રીતે વરાળે બાફી ને કરવામાં આવે છે. અને પાણીનો ઉપયોગ ન થતો હોવાથી તે લાંબો સમય સુધી સારું રહે છે. અને બહારગામ જવાનું હોય તો સહેલાઈથી લઇ પણ જઈ શકાય છે કારણકે આ શાક આ શાક કોરું બને છે. Buddhadev Reena -
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૭મેં આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્વામિનારાયણ મિક્સ વેજ ડ્રાય કરી બનાવી છે જેમાં ડુંગળી _ લસણ નો ઉપયોગ નથી થતો પણ બટેટુ તમે વાપરી શકો છો. Bansi Kotecha -
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલા જીંજરા ખુબ સરસ આવે છે. આ જીંજરા માંથી નીકળતા લીલા ચણાનું શાક ખુબ જ સરસ બને છે. લીલા ચણા સ્વાદમાં ખુબ જ મીઠા લાગે છે. પાલક અને કોથમીર માંથી બનાવેલી ગ્રેવી માં આ લીલા ચણાનું શાક બનાવવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ શિયાળાનું સ્પેશ્યલ એવું લીલા ચણાનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
કંકોડા નું શાક (Kankoda sabji recipe in Gujarati) (Jain)
#EB#kankoda#MRC#monsoon_special#Shak#CookpadIndia#COOKPADGUJRATI કંકોડા એ વિશિષ્ટ સ્વાદ ધરાવતું અને ચોમાસાની ઋતુમાં જ મળતું શાક છે. આ શાક ચોમાસામાં પણ ખૂબ જ ઓછા સમય માટે મળે છે. એક વખત વરસાદ પડી જાય પછી જ કંકોડા ના વેલા ઉપર કંકોડા ના ફૂલ બેસીને કંકોડા આવે છે. કંકોડા ઘણા બધા ઔષધીય ગુણ ધરાવે છે. કંકોડા માં ફાઇબર ખનીજ તત્વો વિટામિન તથા એન્ટીઓક્સીડેન્ટ તત્વો રહેલા છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત કંકોડા માં ખુબ જ ઓછી કેલરી રહેલી છે સો ગ્રામ જેટલા કંકોડા માં ફક્ત હોય છે તે પચવામાં હલકાં હોય છે. કંકોડા વાત પિત્ત અને કફ ત્રણેય માં ખૂબ જ અસરકારક છે. કંકોડાનું શાક ના નિયમિત સેવન કરવાથી હૃદયરોગ ડાયાબિટીસ પથરી તથા લોહીના વિકાર દૂર થાય છે. આ ઉપરાંત કેટલાક રોગોમાં કંકોડા ના પાન નો રસ અથવા તો તેના વેલા ના મૂળ ને સૂકવીને તેનું ચૂર્ણ લેવામાં આવે તો તે ખુબજ અસરકારક નીવડે છે. જેમ કે માથાનો દુખાવો, કાનમાં દુખાવો, મસા, કમળો ,પથરી, તાવ વગેરે. આ ઉપરાંત દાદર-ખરજવું થવું અથવા તો વાગ્યા ઉપર સોજો આવ્યો હોય તેના ઉપર કંકોડાના મૂળના પાઉડરનો લેપ કરી લગાવવાથી પણ રાહત મળે છે. આમ ખૂબ બધા ઔષધીય ગુણ ધરાવતા કંકોડા ખૂબ જ અલ્પ સમયમાં ચોમાસામાં મળે છે તો તેનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. કંકોડાનું શાક એકદમ ફટાફટ બની જાય છે. ૮ થી ૧૦ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તે રોટલી, ભાખરી, ખીચડી, રોટલા વગેરે સાથે સરસ લાગે છે અહીં મેં કંકોડા ના શાક સાથે ઘઉંના રોટલા, ખીચડી, દહી તિખારી, મરચાં, મગઝ ના લાડવા, પાપડ અને સેવ રોલ સર્વ કરેલ છે. તો તમે પણ કંકોડાનું શાક બનાવો અને તેનો ઉપયોગ કરી તેનાથી થતા ફાયદા નો લાભ લો. Shweta Shah -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
-
પાલક પાત્રા(Palak Patra recipe in Gujarati)
#FFC5#week5#palak_patra#farasan#dinner#CookpadIndia#COOKPADGUJRATI#kachi_Keri#Jain#easy_method પાત્રાએ ગુજરાતનું એક પ્રખ્યાત ફરસાણ છે. જે અળવીના પાન તથા પાલકના પાન બંનેમાંથી તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે પાત્ર બનાવવામાં તેની મુખ્ય પદ્ધતિ કે, જેમાં દરેક પાંદડા ઉપર તૈયાર કરેલું ખીરું લગાવી તેનું બીડું વાળવામાં આવે છે જેમાં ખૂબ જ સમય લાગે છે પરંતુ મેં અહીં એક અલગ પદ્ધતિથી પાત્ર તૈયાર કર્યા છે જેમાં પાંદડાની ચોપડવાની ઝંઝટ રહેતી નથી, તે છતાં પણ તે બન્યા પછી ચોપડી ને બીડું વાળીને બનાવ્યા હોય તેવા જ દેખાય છે. આ પદ્ધતિથી બનાવવાથી ઓછા સમયમાં સરસ રીતે પાત્ર તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ પદ્ધતિથી પદ્ધતિ ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
કંકોડા નું ખાટુ શાક
#ફટાફટ#weekend chef 3આમ તો અમારા ઘરે ભીંડાનું ખાટુ શાક બાવવામાં આવે.પણ મે આજે એમાં કંકોડા નો ઉપયોગ કર્યો.થોડું અલગ લાગ્યું .પણ મજા આવી . Jagruti Chauhan -
કાઠિયાવાડી થાળી(kadhiyavadi thadi recipe in gujarati)
આ શાક ની ખાસિયત એ છે કે પાણી સોસાય જતું નથી. ટિફિનમાં લઈ ગયા હોય તો પ્રોબ્લેમ થતો નથી. lockdown હોવાથી ફુલ થાળી બનાવી શકી નથી. JYOTI GANATRA -
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ (8)