દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)

#CB2
#week2
#dudhi
#bottlegourd
#muthiya
#cookpadindia
#cookpadgujrati
ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે.
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2
#week2
#dudhi
#bottlegourd
#muthiya
#cookpadindia
#cookpadgujrati
ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે લોટને ચાળી લો અને તેમાં બધા જ પૂરા મસાલા તેલ દહીં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો હવે તેમાં છીણેલી દૂધી ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેમાંથી નાના મુઠીયા વાળી લો.
- 2
ગરમ તેલમાં ના મુઠીયા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
- 3
એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને તેમાં રાઈ અને જીરું ઉમેરો રાઈ જીરું તતડે એટલે તેમાં હિંગ લીલા મરચા મીઠો લીમડો મેથીના દાણા ઉમેરીને પછી હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો હવે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં તળેલા દુધી ના મુઠીયા ઉમેરી દેવા હવે ધીમા તાપે 5 થી 6 મિનિટ માટે તેને કુક થવા દો.
- 4
હવે તેમાં છાશ અને મીઠું ઉમેરી દો. તથા બે થી ત્રણ તળેલા મૂઠિયાં ને હાથ વડે ભાંગીને તેનો ભૂકો તેની સાથે ઉમેરી દો. જેથી તેનો રસો ઘટ્ટ થઈ જાય બીજી ત્રણથી ચાર મિનિટ માટે તેને કુક કરી લો. છેલ્લે તેમાં હાથ વડે મસળીને કસૂરી મેથી ઉમેરીને મિક્સ કરી લો. હવે દૂધીના રસિયા મુઠીયા ને સર્વિંગ ડીશમાં લઈ ને ઉપરથી તલ ભભરાવીને ગાર્નિશ કરો.
- 5
તો તૈયાર છે ખટ્ટા મીઠા તીખા એવા રસાવાળા દૂધીના રસિયા મુઠીયા સર્વ કરવા માટે જે એકલા પણ સરસ લાગે છે તેની સાથે ભાખરી, પરાઠા કે રોટલી પણ સર્વ કરી શકાય છે.
Similar Recipes
-
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઘરોમા મુઠીયાની ઓળખાણ આપવાની જરૂર હોતી નથી. લગભગ બધાં ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ઘટકો બદલાઇ સકે પણ મુઠીયા કદાચ દરેક ગુજરાતી નાં ઘરમા મહિનામાં 1 વાર તો બનતા જ હશે. આવો આજે દુધી ના મુઠીયા ની મજા માણીએ. Jigisha Modi -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
Dudhi Muthiya #GA4 #Week21 #bottlegourd #lauki Archana Shah -
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel -
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
દૂધીના હેલ્થી રસિયા મુઠીયા(rasiya muthiya recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ગુજરાતમાં ઘણી અલગ અલગ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે.. જેમાં દૂધીના રસિયા મુઠીયા પણ એક પ્રચલિત અને લોક ખાણું તરીકે ઓળખવામાં આવે છે.. જેને અલગ-અલગ ત્રણ રીતે ખાઇ શકાય છે.. પહેલી રીત- માં આ મુઠીયાને તેલ અને લસણની ચટણી સાથે ખાઈ શકાય છે.. બીજી રીત -માં આ મુઠીયાને તેલનો વઘાર કરી રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરીને ઉપર તલ અને ટોપરાનું ખમણ ઉમેરી ખાઈ શકાય છે.. ત્રીજી રીત- મા આ મુઠીયાને તેલનો વઘાર કરી તેમાં છાશ ઉમેરી ને ગરમા ગરમ રસિયા મુઠીયા ખાઈ શકાય છે... તો આજે આપણે આ ત્રણમાંથી ત્રીજી રીતે બનાવેલા દૂધીના હેલ્થી રસિયા મુઠીયા ને અનુસરશુ..... દુધી આપણા મગજને ઠંડક આપે છે.. અને આ રેસિપીમાં મે ઘઉંનો લોટ, જુવારનો લોટ ચણાનો લોટ, ઉમેરીને થોડા હેલ્થી બનાવ્યા છે.. ખુબ સરસ થયા છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... આશા રાખું તમે પણ ટ્રાય કરશો....... Khyati Joshi Trivedi -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા એક એવી વાનગી છે જે ઘરે ઘરે બને છે..તે મોટાભાગે ગૃહિણીઓ ની આગવી સુઝમાંથી ઉતપન્ન થયેલી વાનગી છે.તમે તેમાં જેટલું ઇચ્છો એટલું ટ્વીસ્ટ મૂકી શકો છો..આજે હું સવાર ના વધેલા ભાત માંથી બનતા રસિયા મુઠીયા લાવી છું .જેને તમે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી પણ કહી શકો છો.. Nidhi Vyas -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#cookpad_guj#cookpadindiaરસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે. Deepa Rupani -
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
ભરવા મિર્ચી પકોડા (Stuffed Chilli Pakoda Recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#Week1#bharela_maracha_na_bhajiya#મરચાં#bhajiya#pakoda#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં જુદા જુદા પ્રકારના મરચાં પાક સારો થતો હોય છે જેમકે વઢવાણી મરચા, ભોલર મરચા, ગોંડલ મરચા, દેશી મરચા, કેપ્સિકમ વગેરે..શિયાળાને ઠંડીમાં મસાલેદાર અને ગરમા ગરમ વસ્તુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આથી, શિયાળામાં તાજા મરચાં ના પકોડા ખાવા ની મજા પડી જાય છે. કાચા કેળા નું વઘાર વાળું સ્ટફિંગ તૈયાર કરેલ છે. સાથે ઝીણી સેવ પણ સ્ટફિંગ ઉમેરી છે. આ ભજન અમારા ઘરમાં સૌને ખૂબ જ પ્રિય છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તેને આમલી ખજૂર ની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરે છે. જુદા જુદા પ્રકારના મરચાને જુદા જુદા પ્રકારના સ્ટફિંગ ઉમેરીને ભજન તૈયાર કરી શકાય છે દરેક પ્રદેશમાં મળતા ભજીયા અલગ-અલગ પ્રકારના હોય છે. જેસલમેર નાં મુખ્ય બજાર ચોકમાં આ પ્રકારના ભજીયા મળતા હોય છે. Shweta Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા મેં મુઠિયા કોબી ના બનાવ્યા છે. અને ઘણા લોકો ભાત,ખીચડી,દૂધી ના બનાવતા હોઈ છે. તો કોબીના ટેસ્ટ ના મુઠીયા સરસ લગે છે.. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
#GA4 #Week4# Gujarati મુઠીયા ગુજરાતની પારંપરિક વાનગી છે.અને રૂટિનમાં બનતી ડિશ છે.સાંજના લાઇટ ડિનર માં મુઠીયા બનતા હોય છે.આમાં વિવિધ શાક ભાજી નાખી ને અલગ અલગ પ્રકારનાં મુઠીયા બનાવી શકાય છે. Geeta Rathod -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયામે આજે ફર્સ્ટ ટાઈમ આ રસિયા મુઠીયા બનાવ્યો. હમણા સુધી હું વઘારેલા મુઠીયા બનાવતી હતી.Thank you cookpad Gujarati community team.તમારા challenge ના લીધે હું નવ નવી વાનગીઓ બનાવતી થઈ છું.હું ખુશ છું કે મેં મને આ superb platform મળ્યો છે. સિખવાનો એન્ડ આપડી સ્કીલ showcase karvano.આજે મે સુધા બેન થી રસિયા મુઠીયા બનાવતા શીખ્યા.Thank you sudha ben for આ સરસ વાનગી શેર કરવા. Deepa Patel -
દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)
#GA4 #વીક21Key word Bottlegourd દૂધી એક એવું વેજીટેબલ છે જેમાં અપાર ઔષધિય ગુણો રહેલા છે...વિટામિન C... કેલ્શિયમ....પ્રોટીન....આયર્ન અને આના નિયમિત ઉપયોગથી વેઈટલોસ પણ કરી શકાય છે...દૂધીના મુઠીયા એક One-pot-meal રેસીપી છે... Sudha Banjara Vasani -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1#Punamisal#Jain#chatakedar#spicy#CookpadIndia#COOKPADGUJRATI પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે. Shweta Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ગામડાનું મેનું એટલે વડીલોની પ્રિય વાનગી રસિયા મુઠીયા... Ranjan Kacha -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવમાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. Komal Doshi -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ભાતના ટેસ્ટી રસિયા મુઠીયાવાનગી નંબર 2 Ramaben Joshi -
રસિયા મુઠીયા નું શાક (Rasiya muthiya in gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન એટલે બધા ઘરમાં.. આવામાં ક્યારેક બપોરે ભાત કે ખીચડી વધે તો આ વાનગી બનાવવામાં આવે છે.. જેથી વધેલો ખોરાક વપરાય પણ જાય અને એમાંથી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય.. આ રેસિપી માં આપણે બપોરના ભાત નો વપરાશ કરીશું.. અને ઝટપટ તૈયાર થઈ જતી આ વાનગી રસિયા મુઠીયા નું શાક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
-
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (10)