કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#PR
અત્યારે જૈન લોકો ના પર્યુષણ પર્વ ચાલે છે.તો મે આજે આ કાચા કેળા નું શાક બનાવ્યું છે. હું જૈન નથી પણ આ શાક મને બહુ જ ભાવે છે.હું ઘણી વાર બનાવું છું. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે.તમે બધા પણ ટ્રાય કરજો.

કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#PR
અત્યારે જૈન લોકો ના પર્યુષણ પર્વ ચાલે છે.તો મે આજે આ કાચા કેળા નું શાક બનાવ્યું છે. હું જૈન નથી પણ આ શાક મને બહુ જ ભાવે છે.હું ઘણી વાર બનાવું છું. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે.તમે બધા પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. કાચા કેળા
  2. વઘાર માટે
  3. ૨ ટેબલ સ્પૂનતેલ
  4. ૧/૨ ટી સ્પૂનરાઈ
  5. ચપટીહિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧ ટી સ્પૂનધાણાજીરું
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૨ ટી સ્પૂનદહીં(થોડું ખટાશ વાળું)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ને છાલ સાથે ધોઈ ને કૂકર મા ૨ સિટી વગાડી ને આખા જ બાફી લેવા.કેળા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી ને વચ્ચે આડા - ઊભા કાપા પાડી ને જીણા સમારી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં સમારેલા કેળા નાખો.ત્યાર બાદ તેમાં હળદર,મરચું,ધાણાજીરુ અને મીઠું નાખો.

  3. 3

    ત્યાર બાદ તેને સરખું હલાવી લેવું.પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લેવું.હવે તેને થોડીવાર ખદખદવા દેવું.હવે તેમાં દહીં ઉમેરી ને ફરીથી હલાવવું.એટલે દહીં ફાટે નહિ અને ગરમ પણ થઈ જાય.હવે ૨-૩ મિનિટ માટે ગેસ પર રાખી ને નીચે ઉતારી લેવું.ત્યાર બાદ એક પ્લેટ મા કાઢી ને સર્વ કરવું.

  4. 4

    તો તૈયાર છે પર્યુષણ સ્પેશિયલ કાચા કેળા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes